મુંબઈમાં પુલ પર અટકી મોનોરેલ, મુસાફરોને બારીઓ તોડીને બહાર કઢાયા; જુઓ વીડિયો
મંગળવારે સાંજે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે એક મોનોરેલ ફસાઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે એલિવેટેડ ટ્રેક પર દોડતી આ ટ્રેન ઓછામાં ઓછા કલાકો સુધી ફસાઈ રહી હતી. ફાયર વિભાગ અને અન્ય એજન્સીઓ ક્રેનની મદદથી બચાવ કામગીરી કરી હતી. મોનોરેલમાં ફસાયેલા મુસાફરોને બારીના કાચ તોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોનોરેલમાં 550થી વધુ મુસાફરો હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે સાંજે 6:15 વાગ્યે ચેમ્બુર અને ભક્તિ પાર્ક સ્ટેશન વચ્ચે મોનોરેલ અચાનક અટકી ગઈ. મુસાફરોએ તાત્કાલિક BMC હેલ્પલાઈન 1916 પર ફોન કર્યો. ત્યારબાદ મુંબઈ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે મોકલવામાં આવી. ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને 3 સ્નોર્કલ વાહનોની મદદથી રાહત કાર્ય શરૂ કર્યું હતું.
મોનોરેલમાં મુસાફરોની ભારે ભીડ છે. પુલ પર મોનોરેલ અચાનક બંધ થઈ જવાથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પાવર સપ્લાય ખોરવાઈ જવાથી AC કામ કરતા બંધ થઈ ગયા હતા. મોનોરેલની અંદરની તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે AC બંધ થવાને કારણે મુસાફરોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનના દરવાજા પણ બંધ હતા અને ભીડને કારણે અંદર ગરમી ખૂબ વધી ગઈ હતી. વીડિયોમાં ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી જોવા મળી રહી છે.
#WATCH | Maharashtra: Passengers rescued from the Monorail that got stuck near Mysore Colony station in Mumbai due to a power supply issue. pic.twitter.com/Ch3zYgFohg — ANI (@ANI) August 19, 2025
#WATCH | Maharashtra: Passengers rescued from the Monorail that got stuck near Mysore Colony station in Mumbai due to a power supply issue. pic.twitter.com/Ch3zYgFohg
ફાયર બ્રિગેડની ક્રેન દ્વારા લોકોને ઇમરજન્સી એક્ઝિટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મુંબઈ મોનોરેલે એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રેનના પાવર સપ્લાયમાં નાની સમસ્યા હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે આ ઘટનાના કારણોની પણ તપાસ કરવામાં આવશે તેવી વાત પણ કહી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મોનોરેલમા ફસાયેલા બધા યાત્રીઓને સુરક્ષિત રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. ક્ષમતાથી વધુ યાત્રી મોનોરેલમા સવાર હતા. પાવર સપ્લાઈ બાધિત થવાને કારણે ઈમરજન્સી બ્રેકડાઉન થયું હતું. સરકાર આ ઘટનાની તપાસ કરશે અને સુનિશ્ચિત કરીશું કે આવું ફરીથી ન થાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp