કિશ્તવાડમાં મોતનું એવું વાદળ ફાટ્યું કે, અત્યાર સુધીમાં ૬૦ લોકોના મૃત્યુ, લોકો તણખલાની જેમ તણાય

કિશ્તવાડમાં મોતનું એવું વાદળ ફાટ્યું કે, અત્યાર સુધીમાં ૬૦ લોકોના મૃત્યુ, લોકો તણખલાની જેમ તણાયા! જુઓ ભયાનક દ્રશ્યો

08/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

કિશ્તવાડમાં મોતનું એવું વાદળ ફાટ્યું કે, અત્યાર સુધીમાં ૬૦ લોકોના મૃત્યુ, લોકો તણખલાની જેમ તણાય

તહેવારોના માહોલ વચ્ચે દેશમાં એક બાદ એક મોટી વરસાદી  આફતો આવી રહી છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ સર્જાય રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પછી, જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાથી મોટી આફત સર્જાઈ છે. ગુરુવારે (14મી ઓગસ્ટ) જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સર્જાયેલ તબાહીના ભયાનક દ્રશ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે.


વાદળ ફાટવાથી આવેલા આ પૂરમાં અત્યાર સુધીમાં 60 જેટલા લોકોના મોત થયાના છે, જેમાં CISFના બે જવાન પણ સામેલ છે. આ ઉપરાંત 200 લોકો ગુમ થયાના અહેવાલ છે. માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ હાજર હોવાથી વધારે જાનહાની થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા મચૈલ માતા મંદિર નજીકથી ઘણાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ઉપરાંત ૧૦૦ જેટલા ઈજાગ્રસ્તોને કિશ્તવાડની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 37 લોકોની હાલત ગંભીર છે.


લોકો ભોજનની કતારમાં ઊભા હતા, ત્યાં અચાનક.....

લોકો ભોજનની કતારમાં ઊભા હતા, ત્યાં અચાનક.....

માહિતી અનુસાર, ગુરુવારે બપોરે 12.25 વાગ્યે કિશ્તવાડ જિલ્લામાં મચૈલ માતા મંદિર તરફ જતા રસ્તા પર ચશોટી ગામમાં આ દુર્ઘટના બની હતી. અહીં મંદિરમાં લોકો ભોજનની કતારમાં ઊભા હતા. ત્યાં અચાનક વાદળ ફાટવાના કારણે પાણીનો ધસારો આવ્યો અને બધાં તણખલાની જેમ તણાઈ ગયાં.

આ દુર્ઘટનામાં 16 રહેણાંક મકાનો, સરકારી ઈમારતો, ત્રણ મંદિરો, ચાર પાણીની ચક્કીઓ અને એક 30 મીટર લાંબો પુલ તણાઈ ગયા છે. ઉપરાંત એક ડઝનથી વધુ વાહનો પણ આ પૂરની ઝપેટમાં  નાશ પામ્યા છે. પૂરથી એક અસ્થાયી બજાર, લંગર સ્થળ અને એક સુરક્ષા ચોકી તો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. નોંધનીય છે કે, 25મી જુલાઈથી શરૂ થયેલી આ યાત્રા પાંચમી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી.


કાંપ, કાદવ અને કાટમાળ વચ્ચેથી લોકોને શોધી રહ્યાં છે

કાંપ, કાદવ અને કાટમાળ વચ્ચેથી લોકોને શોધી રહ્યાં છે

સેના પણ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. સેનાની વ્હાઈટ નાઈટ કોર્પ્સએ 'X' પર પોસ્ટ કર્યું હતું કે, 'કિશ્તવાડના ચશોટી ગામમાં માનવતાવાદી અને ડિઝાસ્ટર રાહત અભિયાન ચાલુ છે, જ્યાં વ્હાઈટ નાઈટ કોર્પ્સના સમર્પિત સૈનિકો પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને દુર્ગમ વિસ્તારોનો સામનો કરતા ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં લાગેલા છે. સર્ચ લાઈટ, દોરડા અને ખોદકામના ઓજારોના રૂપમાં રાહત સામગ્રી આગળ વધારવામાં આવી રહી છે.'

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, સેના અને સ્થાનિક સ્વયંસેવકો બચાવ કાર્યમાં રોકાયેલા છે. આ બચાવ ટીમના સદસ્યો કાંપ, કાદવ અને કાટમાળ વચ્ચેથી લોકોને શોધી રહ્યાં છે. રાત-દિવસ જોયા વિના ચાલુ આ બચાવ કાર્ય દરેક પથ્થર નીચે રહેલા જીવ માટે છે. બચાવકર્મી દરેક અવાજ, દરેક હરકત માટે મજબૂતીથી ધ્યાન લગાવી રહ્યા છે. જે દર્શાવે છે કે, જીવન માટેની લડાઈ હજુ પૂરી નથી થઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top