ડેટિંગ એપ સ્કેમનો વધુ એક મામલો, મહિલાએ ડેટ પર બોલાવ્યો અને પછી કેફેએ પકડાવી દીધું 50000 રૂપિયાનું બિલ
ડેટિંગ એપ્સ દ્વારા છેતરપિંડીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. હવે એક રેડિટ યુઝરે દાવો કર્યો છે કે દિલ્હીના કરકડડૂમા વિસ્તારમાં એક કેફેમાં ટિન્ડર ડેટ દરમિયાન 50 હજાર રૂપિયાથી વધુનું બિલ આપીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. r/delhi સબરેડિટ પર શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે.
યુઝરે જણાવ્યું કે, તે ટિન્ડર પર કોઈને મળ્યો હતો અને તે ચાવલાના બિલ્ડિંગના બીજા માળે સ્થિત એક કેફેમાં મળવા માટે સહમત થયો હતો, જે મેટ્રો સ્ટેશન નજીક પેટ્રોલ પંપની બાજુમાં છે. વ્યક્તિએ પોસ્ટમાં લખ્યું કે, 'ટિન્ડર કૌભાંડ, [PSA] ટિન્ડર ડેટ પર છેતરપિંડીનો શિકાર થયો. કરકડડૂમા (દિલ્હી)માં સ્કેમ કાફેથી સાવધાન.'
રેડિટ યુઝરે કહ્યું કે, 'શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અમે ઓર્ડર આપતા સાથે જ સ્ટાફ મોંઘી વસ્તુઓ પર દબાણ કરતો રહ્યો અને મેનુ યોગ્ય રીતે બતાવી રહ્યો નહોતો. અંતે, તેમણે મને માત્ર ખાવા-પીવા માટે 50 હજાર રૂપિયાથી વધુનું બિલ આપ્યું.' વ્યક્તિએ પુરાવા તરીકે બિલનો ફોટો પણ પોસ્ટ કર્યો.
વ્યક્તિએ આ ઘટનાને કૌભાંડ ગણાવી અને અન્ય લોકોને સાવધ રહેવા કહ્યું. તેણે આરોપ લગાવ્યો કે આ વિસ્તારના કાફે ઘણીવાર લોકોને ડેટિંગ એપ્સ દ્વારા લલચાવે છે અને પછી તેમને મોટું બિલ આપે છે. તેણે અન્ય લોકોને અજાણ્યા કાફેમાં મળવાથી સાવધ રહેવા વિનંતી કરી, ખાસ કરીને મેટ્રો સ્ટેશનોની નજીકના કાફેમાં અને પહેલા ઓનલાઈન રિવ્યુ તપાસવાનું કહ્યું.
કોમેન્ટ સેક્શનમાં, એક યુઝરે કોલકાતાનો આવો જ અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે, 'મારા સંબંધીના પુત્ર સાથે પણ આવું જ કંઈક બન્યું. તેણે ગ્રાહક કોર્ટમાં રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ કર્યો છે. તે વ્યક્તિએ કહ્યું કે અહીં પણ રેસ્ટોરન્ટે બિલમાં ઘણી વસ્તુઓ ઉમેરી છે. જે ગ્રાહક દ્વારા ઓર્ડર પણ કરવામાં આવી નહોતી.
બીજા યુઝરે કહ્યું કે ફરીથી જાવ અને એ જ મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપો અથવા તેમની કિંમત પૂછો. મને વિશ્વાસ છે કે તેઓ બધા ગ્રાહકો પાસેથી આટલી ઊંચી કિંમત નહીં વસૂલે. એક યુઝરે કહ્યું કે, 'પ્રો ટિપ: હંમેશા તમારી પહેલી ડેટ પર થર્ડ વેવ અથવા બ્લુ ટોકાઈ જેવી જાણીતી જગ્યાએ જાવ.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp