લાલુ યાદવનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું - 'જીત બિહારમાં, ફેક્ટરી ગુજરાતમાં! બિહારમાં આ ગુજરાતી ફોર્મ્યુલા...., જાણો
બિહારમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. બિહારની ચૂંટણીના રણમાં હવે ગુજરાતને ખેંચવામાં આવ્યું છે. બિહારમાં આરજેડી અધ્યક્ષ લાલુ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર ગુજરાત વિશે ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર લાલૂ પ્રસાદ યાદની પોસ્ટથી વિવાદ ઉભો થયો છે. ગુજરાત પર ટીપ્પણી કરીને લાલુએ પ્રધાનમંત્રી પર સીધો કટાક્ષ કર્યો છે.
લાલુ યાદવ ટીપ્પણી દ્વારા આરોપ લગાવી રહ્યા છે કે, બિહારમા સત્તા મળવા છતાં, રોકાણ, ઉદ્યોગ અને રોજગારની બાબતમાં રાજ્ય પાછળ રહી ગયું. આરજેડી સહિત વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર બિહાર પાસેથી મત અને ટેકો લે છે, પરંતુ ઉદ્યોગો, કારખાનાઓ અને મોટા પ્રોજેક્ટ્સ હંમેશા ગુજરાત અને અન્ય રાજ્યોમાં સ્થપાય છે.
ગુજરાત વિશે લાલુ યાદવે કરેલી ટીપ્પણીના મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, લાલુપ્રસાદ યાદવને હજુ ગુજરાત મોડલની ખબર નથી. જે પ્રકારે વાસ્તવિક સ્થિતિ છે તે ગુજરાત મોડલ બાહ્ય રીતે ખોટો પ્રચાર કરીને બનાવાયું છે. બાકી ગુજરાતમાં બેરોજગારી સહિત અનેક મુદ્દાઓથી પ્રજાત્રસ્ત બની છે.
ऐ मोदी जी, विक्ट्री चाहिए बिहार से और फैक्ट्री दीजिएगा गुजरात में? ये गुजराती फार्मूला बिहार में नहीं चलेगा! #LaluYadav #RJD #Bihar pic.twitter.com/ulpz4bifyw — Lalu Prasad Yadav (@laluprasadrjd) September 5, 2025
ऐ मोदी जी, विक्ट्री चाहिए बिहार से और फैक्ट्री दीजिएगा गुजरात में? ये गुजराती फार्मूला बिहार में नहीं चलेगा! #LaluYadav #RJD #Bihar pic.twitter.com/ulpz4bifyw
ભાજપ પ્રવક્તા અરવિંદ સિંહે લાલુ યાદવના ટ્વીટ પર કહ્યું હતું કે, જીત કૌભાંડો અને નોકરીઓના બદલામાં જમીન રજીસ્ટર કરાવવાથી મળતી નથી. જ્યારે તમને બિહારનો વિકાસ કરવાની તક મળી ત્યારે તમે બિહારને લૂંટી લીધું. આ જ કારણે, આજે તેઓ પંચાયતની ચૂંટણી પણ લડી શકતા નથી. પરંતુ પીએમ મોદી અને નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં વિકાસ થઈ રહ્યો છે.
આ પહેલા પણ લાલુ પ્રસાદ યાદવે સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીના 'માતાના દુર્વ્યવહાર' અંગે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવે તેમના x હેન્ડલ પરથી એક પોસ્ટ લખી હતી કે, 'શું વડા પ્રધાન મોદીએ આજે ભાજપના સભ્યોને આખા બિહાર અને બિહારીઓની માતાઓ, બહેનો અને પુત્રીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આદેશ આપ્યો છે? ગુજરાતીઓએ બિહારીઓને આટલાં હળવાશથી ન લેવા જોઈએ? આ બિહાર છે. ભાજપના ગુંડાઓ આદરણીય શિક્ષકો, રસ્તા પર ચાલતી મહિલાઓ, વિદ્યાર્થીનીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને પત્રકારો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે, શું આ સાચું છે? શરમજનક!
क्या प्रधानमंत्री मोदी ने भाजपाइयों को आदेश दिया है कि आज पूरे बिहार और बिहारियों की माताओं-बहनों और बेटियों को गाली दो? गुजराती लोग बिहारियों को इतने हल्के में ना लें? यह बिहार है। बीजेपी के गुंडे-मव्वाली सम्मानित शिक्षिकाओं, राह चलती महिलाओं, छात्राओं, गर्भवती महिलाओं,… — Lalu Prasad Yadav (@laluprasadrjd) September 4, 2025
क्या प्रधानमंत्री मोदी ने भाजपाइयों को आदेश दिया है कि आज पूरे बिहार और बिहारियों की माताओं-बहनों और बेटियों को गाली दो? गुजराती लोग बिहारियों को इतने हल्के में ना लें? यह बिहार है। बीजेपी के गुंडे-मव्वाली सम्मानित शिक्षिकाओं, राह चलती महिलाओं, छात्राओं, गर्भवती महिलाओं,…
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp