સમોસાં ખાવા જતા હોવ તો ચેતી જજો! આ ગુજરાતના આ શહેરમાં સમોસાની ચટણીમાં મરેલી ગરોળી નીકળી
અવારનવાર તમે સાંભળ્યું હશે કે આ વસ્તુમાથી મરેલું ઉંદર નીકળ્યું, ફલાણી વસ્તુમાંથી ગરોળી નીકળી કે અન્ય વસ્તુ નીકળી. થોડા દિવસ અગાઉ જ એક વ્યક્તિની પનીરની ડિશમાથી મૃત ઉંદર નીકળ્યો હતો. તો હવે સમોસાની ચટણીમાથી ગરોડી નીકળવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો બીજા રાજ્યનો નહીં પરંતુ ગુજરાતનો જ છે. ચાલો જાણીએ ક્યાંનો છે આ મામલો.
ગુજરાતીઓ સમોસાં ખૂબ ચાઉથી ખાતા હોય છે, અને સમોસાનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જતું હોય છે. તમને પણ સમોસા ખૂબ ભાવતા હોય તો ચેતી જજો! અમદાવાદના વેજલપુરની રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ વેજલપુર વિસ્તારમાં એક યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીની માતા 4 સપ્ટેમ્બરના રોજ સાંજે રામદેવ ચોળાફળી નામની દુકાનમાં સમોસા લેવા માટે ગઈ હતી. સમોસા સાથે ચટણી પણ આપવામાં આવી હતી. ઘરે આવીને તેણે સમોસાની સાથે આવેલી ચટણી ખોલી હતી તો તેમાં કંઇક કોથમીર જેવું દેખાયું, ત્યારબાદ જ્યારે તેને કાઢવા ગયા ત્યારે ગરોળી હતી. જેથી તેમણે સમોસાની ડીશ આમ જ રહેવા દીધી હતી.
સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળતા તેઓ દુકાને ગયા હતા અને દુકાનદારને આ બાબતે જાણ કરી હતી કે ચટણીમાંથી ગરોળી નીકળી છે પરંતુ દુકાનદાર આ બાબતે સ્વીકાર કરવા તૈયાર નહોતો. જેથી તેમણે આ મામલે કોર્પોરેશનના ફરિયાદ નંબર 155 303 પર ફોન કરી ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે વધુ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ મે માહિનામાં અમદાવાદના મણિનગરમાં એક આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી હતી.આઇસક્રીમ ખાતી વખતે અજુગતું મોઢામાં આવી જતા બહાર કાઢીને જોતા ગરોળીની પૂંછડી બહાર આવી હતી. ત્યારબાદ મહિલાને ઉલટી થયા બાદ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરતા AMCએ આઈક્રીમ શોપને સીલ કરી દીધી હતી. હવે જોવાનું એ રહેશે કે સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળ્યા બાદ ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp