'લતા અને આશાની ઈર્ષ્યાએ બરબાદ કરી નાખ્યું મોહમ્મદ રફીનું જીવન', શાહીદ રફીનો ચોંકાવનારો ખુલાસો,

'લતા અને આશાની ઈર્ષ્યાએ બરબાદ કરી નાખ્યું મોહમ્મદ રફીનું જીવન', શાહીદ રફીનો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું?

09/05/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

'લતા અને આશાની ઈર્ષ્યાએ બરબાદ કરી નાખ્યું મોહમ્મદ રફીનું જીવન', શાહીદ રફીનો ચોંકાવનારો ખુલાસો,

હિન્દી ફિલ્મોની દુનિયામાં મોહમ્મદ રફી, લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા નામોને કોઈ પરિચયની જરૂર નથી. આ ત્રણ ગાયકોએ દાયકાઓ સુધી પોતાના અવાજથી લોકોના દિલ જીત્યાં છે અને ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. પરંતુ આ ચમકતા સિતારાઓ પાછળ ઘણી અજાણી વાર્તાઓ પણ છુપાયેલી છે. તાજેતરમાં જ મોહમ્મદ રફીના પુત્ર શાહિદ રફીએ એક ઇન્ટરવ્યુ દ્વારા ઘણા ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા.

શાહિદ રફીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેમના મતે લતા મંગેશકર અને આશા ભોસલે બંને બહેનો તેમના પિતાની લોકપ્રિયતાથી ઈર્ષ્યા કરતી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ ઈર્ષ્યાને કારણે મોહમ્મદ રફીની કારકિર્દી પર ખરાબ અસર પડી હતી. બંને બહેનોએ સાથે મળીને તેમના પિતાને પાછળ ધકેલવાનો અને સંગીત જગતમાં તેમના યોગદાનને ઓછું બતાવવાનો પ્રયાસ કર્યો હતો.


આશા અને લતા પર ગંભીર આરોપો

આશા અને લતા પર ગંભીર આરોપો

શાહિદનું કહેવું છે કે, મોહમ્મદ રફીને સૌપ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ગીતો ગાનારા ગાયક તરીકે પોતાનું નામ નોંધાવવાની તક મળી હતી. પરંતુ જ્યારે તેમનું નામ સામે આવ્યું, ત્યારે સ્વર્ગસ્થ લતા મંગેશકરે વાંધો ઉઠાવી પોતાને આગળ મૂક્યા હતા. આમ વિવાદ પછી, રફી સાહેબનું નામ ગિનીસ રેકોર્ડમાં પાછું ધકેલી દેવામાં આવ્યું અને મામલો પેન્ડિંગ રહ્યો. શાહિદનું માનવું છે કે, જો આ દખલગીરી ન થઈ હોત, તો તેના પિતાને ચોક્કસપણે આ સન્માન મળ્યું હોત.

આટલું જ નહીં, શાહિદ રફીએ આશા ભોંસલેના એક નિવેદન પર પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આશાજીએ એક વખત કહ્યું હતું કે, રફી સાહેબના અવાજમાં કોઈ રેન્જ નથી. આ અંગે શાહિદે કહ્યું કે, તેમના પિતાના અવાજની વિવિધતા પર પ્રશ્ન ઉઠાવવો મૂર્ખામી છે. તેમણે યાદ અપાવ્યું કે, રફી સાહેબે ક્યારેય પૂછ્યું ન હતું કે ગીત કયા અભિનેતાને ફિલ્માવવામાં આવશે, બલ્કે તેઓ પરિસ્થિતિ અને ગીતની લાગણીઓ અનુસાર પોતાનો અવાજ ઢાળતા હતા. આ તેમની સૌથી મોટી તાકાત હતી.


લતા મંગેશકર સાથે મતભેદ અને સમાધાન

લતા મંગેશકર સાથે મતભેદ અને સમાધાન

જો કે, રફી સાહેબ અને લતા મંગેશકર વચ્ચે મતભેદના અહેવાલો પહેલા પણ સામે આવ્યા છે. શાહિદે વધુ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તેમનો મતભેદ એટલો વધી ગયો હતો કે બંને લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરતા નહોતા. પાછળથી અભિનેત્રી નરગીસ અને સંગીતકાર જયકિશનની પહેલ પર, રફી સાહેબે લતાજીને માફ કરી દીધા. અને આ પછી, બંનેએ એક કાર્યક્રમમાં સાથે પરફોર્મ પણ કર્યું હતું.


રફી સાહેબનો વારસો

રફી સાહેબનો વારસો

શાહિદે એમ પણ જણાવ્યું કે, તેમના પિતા ક્યારેય તેમની કારકિર્દીના પતનથી ડરતા નહોતા. તેના બદલે, તેઓ સતત પ્રયોગ કરતા હતા અને તમામ પ્રકારના શૈલીમાં ગીતો ગાતા હતા. તેમનું માનવું છે કે, અન્ય લોકોના મનમાં અસુરક્ષા હતી, કારણ કે તે યુગમાં ઘણી નવી મહિલા ગાયિકાઓ ઉભરી રહી હતી અને સ્પર્ધા વધી રહી હતી.

મોહમ્મદ રફીનું 1980માં હૃદય અને ડાયાબિટીસની સમસ્યાઓને કારણે અવસાન થયું હતું. તેમણે માત્ર 55 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેઓ હજારો કાલાતીત ગીતો છોડી ગયા, જે આજે પણ શ્રોતાઓને એ જ આરામ અને ઉત્સાહ આપે છે. તેમને 1967 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top