ભારતના આ પડોશી દેશમાં ફેસબુક, ઇન્સટા, વ્હોટ્સ એપ, એક્સ વગેરે એપ પર પ્રતિબંધ, જાણો કારણ.

ભારતના આ પડોશી દેશમાં ફેસબુક, ઇન્સટા, વ્હોટ્સ એપ, એક્સ વગેરે એપ પર પ્રતિબંધ, જાણો કારણ.

09/05/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારતના આ પડોશી દેશમાં ફેસબુક, ઇન્સટા, વ્હોટ્સ એપ, એક્સ વગેરે એપ પર પ્રતિબંધ, જાણો કારણ.

નેપાળમાં હવેથી ફેસબુક, એક્સ, યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ થઈ શકશે નહીં. નેપાળ સરકાર દ્વારા  ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 28 ઓગસ્ટના રોજ, નેપાળની સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને દેશમાં ઓપરેટ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું હતું. જે ફેસબુક, યુટ્યુબ જેવા પ્લેટફોર્મે ડેડલાઇન પછી પણ નથી કરાવ્યું, તેથી  સરકારે આ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

નેપાળના સંચાર અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે, ટેલિકોમ ઓથોરિટીએ દેશના તમામ રજિસ્ટર્ડ થયા વગરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયના પ્રવક્તા ગજેન્દ્ર ઠાકુરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અંગે માહિતી શેર કરીને જણાવ્યું હતું કે, મંત્રાલયે આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નેપાળમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કંપનીઓએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. અહીંની મોટાભાગની વસ્તી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરે છે. તેથી આ આદેશ બાદ લોકોમાં ઘણો હોબાળો મચી ગયો છે.


આ કારણે લગાવ્યો પ્રતિબંધ

નેપાળની સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયાના ઉપયોગ અને વ્યવસ્થાપન પરના નિર્દેશ 2023ના નિયમોના આધારે, તમામ સ્થાનિક અને વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 3 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટનો આ આદેશ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા અનિચ્છનીય કન્ટેન્ટ પર નજર રાખવા માટે આપવામાં આવ્યો હતો.

ગ્લોબલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ, એક્સ, રેડિટ અને લિંક્ડઇન વગેરે જેવી એપ્સએ બુધવાર, 3 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. જો કે, TikTok, Nimbuzz, Viber, Witk અને Popo Live જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે, જેના લીધે આ એપ્સ નેપાળમાં ચાલુ રહેશે. આ  સિવાય ટેલિગ્રામ અને ગ્લોબલ ડાયરીએ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કર્યું છે, જેને હજુ સુધી મંજૂરી મળી નથી.

માહિતી પ્રમાણે, આ 5 લિસ્ટેડ અને 2 રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરેલા પ્લેટફોર્મ સિવાય, બધાને નેપાળમાં બૅન કરી દેવામાં આવ્યા છે. સરકારના પ્રવક્તા ગજેન્દ્ર કુમાર ઠાકુરે જણાવ્યું કે જો કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરે છે, તો તે જ દિવસે લગાવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top