ટ્રમ્પ-પુતિનની બેઠક પહેલાનો ટ્રમ્પની હરકતનો આ વિડીઓ થયો વાયરલ! લોકોએ કહ્યું- આવું બાયડેનએ કર્યું હોત તો ટ્રમ્પ....!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્વની બેઠક યોજાઈ હતી. અને આ દરમિયાન 79 વર્ષીય ટ્રમ્પ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતી વખતે રેડ કાર્પેટ પર લથડાતા જોવા મળ્યા હતા. તેના પરથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો ફરી એકવાર તેજ બની છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યો છે.
Trump struggled to walk in a straight line as he went to greet Putin pic.twitter.com/bCbJnlZMgB — MeidasTouch (@MeidasTouch) August 15, 2025
Trump struggled to walk in a straight line as he went to greet Putin pic.twitter.com/bCbJnlZMgB
બંને નેતાઓની બેઠક પહેલાનો લાલ કાર્પેટ પર લથડાતાં પગે ચાલી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના આ વિડીઓ પર અનેક યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે, જો આ ઘટના પૂર્વ પ્રમુખ જો બાઇડેન સાથે થઈ હોત તો મીડિયામાં તેને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હોત. તો એક યુઝરે લખ્યું કે, જો આ બાઇડેન સાથે થયું હોત, તો તેના પર પુસ્તક, ડોમ્યુમેન્ટ્રી અને ફિલ્મો પણ બની ગઈ હોત. અન્ય એક યુઝરે લખ્યું કે, પુતિનને મળવા જતા ટ્રમ્પનું આ રીતે લથડાવું એ ટ્રમ્પના મજબૂત નેતાના દાવા પર પ્રશ્ન ઊભો કરે છે.
જો કે બંધ રૂમમાં કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કોઈપણ મુદ્દા પર કોઈ સર્વસંમતિ સધાઈ ન હતી. પરંતુ બંને નેતાઓએ પરસ્પર તાલમેલ સાથે અમુક ક્ષેત્રમાં સંમતિ વ્યક્ત કરી હતી. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, 'અમારી બેઠક ઘણી સફળ રહી અને અનેક મુદ્દા પર સંમતિ બની છે. જો કે, હજુ કેટલાક મુદ્દા બાકી છે, જેમાંથી એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.' નોંધનીય છે કે, શુક્રવારે અલાસ્કામાં યોજાયેલા આ ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલનમાં, ટ્રમ્પ અને પુતિને યુક્રેન સાથેના યુદ્ધ પર કોઈ સ્પષ્ટ પ્રગતિ દર્શાવી ન હતી.
જો કે આ બેઠક પછી તરત જ ટેરિફ મુદ્દે ટ્રમ્પનું વલણ બદલાઈ ગયું હતું. ભારત પર ટેરિફ અંગે ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા ટ્રમ્પને ટેરિફ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મારે હમણાં ટેરિફ વિશે વિચારવાની જરૂર નથી. કદાચ આપણે બે કે ત્રણ અઠવાડિયામાં તેના વિશે વિચારવું પડશે, પરંતુ હમણાં નહીં. બેઠક ખૂબ સારી રહી."
ટ્રમ્પે ગયા મહિને રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને રશિયા પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ત્યારપછી, ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો, જે થોડા દિવસો પછી બમણો કરવામાં આવ્યો હતો. આ ટેરિફમાંથી અડધા ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે અને બાકીના 27 ઓગસ્ટથી અમલમાં આવવાના છે.
વાયરલ વિડીઓ અંગે માહિતી અનુસાર, જુલાઈમાં વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી હતી કે, ટ્રમ્પને ક્રૉનિક વેનસ ઇનસફિશિઅન્સી (Chronic Venous Insufficiency) નામની બીમારી છે. આ સ્થિતિમાં પગની પસ લોહીને અસરકારક રીતે હ્રદય સુધી લોહી પહોંચાડી શકતી નથી. જેના કારણે નીચેના ભાગમાં સોજો, ત્વચામાં બદલાવ અને પગની ઘૂંટણમાં સોજો રહે છે. નિષ્ણાતોના મતે, આનાથી વ્યક્તિની ચાલવાની સ્થિરતા પર અસર થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp