ભારત જ અસલી ખેલાડી! પુતિને PM મોદીને જે કહ્યું તેને 5 પોઈન્ટમાં સમજો
સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાતચીત સામાન્ય નહોતી. છેલ્લા 2 અઠવાડિયામાં આ તેમની બીજી સીધી વાતચીત હતી. છેલ્લી વખત 8 ઑગસ્ટે પુતિને મોદીને ફોન કરીને યુક્રેન યુદ્ધ સંબંધિત પરિસ્થિતિ બાબતે જણાવ્યું હતું. પરંતુ આ વખતે આ ટેલિફોનિક વાતચીત વધુ મહત્ત્વપૂર્ણ છે કારણ કે અલાસ્કામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 3 કલાક લાંબી મુલાકાત બાદ પુતિને સૌપ્રથમ ભારતને ફોન કરીને આખી પરિસ્થિતિ જણાવી. તેનો અર્થ ખૂબ જ ખાસ છે. કારણ કે આ વાતચીત દર્શાવે છે કે પુતિન ભારતને ‘વૈશ્વિક હિસ્સેદાર’ માને છે. પુતિન સંદેશ આપવા માગે છે કે રશિયા-ભારત સંબંધ એક અલગ સ્તર પર છે. આ બધામાંથી સંદેશ સ્પષ્ટ છે કે ભારત અસલી ખેલાડી છે.
ટ્રમ્પ અને પુતિનની અલાસ્કામાં થયેલી મુલાકાતની સીધી અસર વૈશ્વિક રાજકારણ પર દેખાય છે અને ભારત તેનાથી બાકાત નથી. ભલે બંને નેતાઓ વચ્ચેની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, અમેરિકા અને રશિયા એક રસ્તો ખોલવા માગે છે. એવામાં, ભારત માટે તક પણ વધી ગઈ છે. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે યુક્રેન યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીત અને કૂટનીતિમાં જ જુએ છે. જો ભારતનો અભિપ્રાય કે મધ્યસ્થી થવાની શક્યતા હોય, તો મોદી સરકાર યુક્રેન શાંતિ પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ખેલાડી બની શકે છે. કુલ મળીને, ટ્રમ્પ-પુતિન વાટાઘાટોની અસર ભારતની કૂટનીતિક વજન વધુ વધારી રહી છે. ભારત હવે માત્ર દર્શક નથી રહ્યું, પરંતુ મુખ્ય નિર્ણયોમાં પરોક્ષ રીતે સામેલ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp