‘અમિત શાહનું માથું કાપીને ટેબલ પર રાખી દેવું જોઇએ..’ આ સાંસદની જીભ લપસી
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા બધી હદો વટાવતા કહ્યું કે, ગૃહમંત્રીનું માથું કાપીને ટેબલ પર રાખી દેવું જોઈએ. મહુઆએ આ નિવેદન બંગાળમાં ગેરકાયદેસર ઘુસણખોરો સાથે જોડાયેલી કાર્યવાહીને લઈને આ નિવેદન આપ્યું હતું. તેમના ભાષણમાં તેમણે દલીલ કરી હતી કે ગેરકાયદેસર ઘુસણખોરીની જવાબદારી પૂરી રીતે કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓની છે.
મહુઆએ કહ્યું કે, ‘મારો તેમને સવાલ છે. તેઓ માત્ર કહી રહ્યા છે ઘુસણખોર... ઘુસણખોર... ઘુસણખોર કહી રહ્યા છે. આપણી જે બોર્ડર છે, તેની દેખરેખ જે એજન્સી કરી રહી છે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાને કહ્યું હતું કે ઘુસણખોરી થઈ રહી છે અને તેના કારણે ડેમોગ્રાફી બદલાઈ રહી છે. જ્યારે વડાપ્રધાન આ કહી રહ્યા હતા, ત્યારે પહેલી હરોળમાં બેઠેલા ગૃહમંત્રી તેમની વાત સાંભળીને હસી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા.’
તેમણે કહ્યું કે, ‘જો ભારતની સરહદોનું રક્ષણ કરવા માટે કોઈ નથી?' જો બીજા દેશોના લોકો દરરોજ સો, હજાર અને લાખોની સંખ્યામાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને આપણી માતાઓ અને બહેનો પર નજર નાખી રહ્યા છે, આપણી જમીનો છીનવી રહ્યા છે, તો પહેલા તમારે અમિત શાહનું માથું કાપીને ટેબલ પર રાખી દેવું જોઈએ.’
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મોદી સરકારે ભારતમાં રહેતા રોહિંગ્યા અને બાંગ્લાદેશના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર કરવા માટે ‘ઓપરેશન પુશબેક’ શરૂ કર્યું છે. મહુઆ મોઇત્રાએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે BSF અહીં છે. BSF શું કરી રહી છે? આપણે (મૂળ નિવાસી) BSFથી ડરીએ છીએ. અમને અમને અહી (બંગાળમાં) કોઈની ઘૂસણખોરી દેખાતી નથી. તેમની ટિપ્પણીઓ દર્શાવે છે કે સરહદ સુરક્ષામાં BSFની ભૂમિકા પશ્ચિમ બંગાળના સ્થાનિક લોકોની જમીની વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી.’ મહુઆના નિવેદનને લઈને સંદીપ મજુમદાર નામના ભાજપ કાર્યકર્તાએ નાદિયા કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા તેમની સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામની 2 દિવસની મુલાકાતે છે. શુક્રવારે તેમણે ગુવાહાટી રાજભવનના નવનિર્મિત બ્રહ્મપુત્ર એકમનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ નકારાત્મક રાજકારણ શરૂ કર્યું છે. તેમણે ઘૂસણખોરો બચાવો યાત્રા શરૂ કરી છે. મતદાર યાદીમાં બેઠેલા ઘૂસણખોરો ચૂંટણીને દૂષિત કરશે. જો રાહુલ ગાંધીમાં કોઈ શરમ બચી છે, તો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે અને દેશની માફી માગવી જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp