પાકિસ્તાનની ‘પરમાણુ ધમકી’ઓ પર PM નરેન્દ્ર મોદીનો જડબાતોડ જવાબ, બોલ્યા- ‘અમે ન્યૂક્લિયર..’

પાકિસ્તાનની ‘પરમાણુ ધમકી’ઓ પર PM નરેન્દ્ર મોદીનો જડબાતોડ જવાબ, બોલ્યા- ‘અમે ન્યૂક્લિયર..’

08/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની ‘પરમાણુ ધમકી’ઓ પર PM નરેન્દ્ર મોદીનો જડબાતોડ જવાબ, બોલ્યા- ‘અમે ન્યૂક્લિયર..’

79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું અને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભારત હવે પરમાણુ ધમકીઓ અને બ્લેકમેઇલિંગ સહન નહીં કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આપણા વીર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહારની સજા આપી છે. વડાપ્રધાને કહ્યું કે, 15મી ઓગસ્ટનું આ વખતે ખાસ મહત્ત્વ છે, કારણ કે તેમને લાલ કિલ્લા પરથી ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો અવસર મળ્યો. જે રીતે સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ પહેલગામમાં લોકોનો નરસંહાર કર્યો, તેમનો ધર્મ પૂછીને લોકોની હત્યા કરી, પત્ની સામે પતિને ગોળી મારી દીધી, બાળકોની સામે પિતાને મોતને ઘાટ ઉતારી દીધો, તેનાથી આખા ભારતમાં આક્રોશ ભરાઈ ગયો. ઓપરેશન સિંદૂર એજ આક્રોશની અભિવ્યક્તિ હતી, જેમાં પાકિસ્તાનમાં એવી તબાહી મચાવવામાં આવી કે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.


'ભારત પરમાણુ ધમકીઓ સહન નહીં કરે'

'ભારત પરમાણુ ધમકીઓ સહન નહીં કરે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આપણે ઘણા દાયકાઓથી આતંકવાદ ઝીલતા આવી રહ્યા છીએ. દેશની છાતી વીંધી નાખી છે. હવે આપણે આતંકવાદીઓ અને તેમને પાલન-પોષણ કરનારાઓ વચ્ચે કોઈ ફરક નહીં કરીએ. બંને માનવતાના દુશ્મન છે.’ તેમણે પુનરોચ્ચાર કર્યો કે પરમાણુ ધમકીઓનો યુગ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ ભારતે સંકલ્પ કર્યો છે કે તે હવે તેને સહન નહીં કરે.

વડાપ્રધાને પાણીના મુદ્દા પર પાકિસ્તાનને સીધી ચેતવણી પણ આપી દીધી. તેમણે કહ્યું કે, ‘ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એકસાથે નહીં વહે. ભારતીય નદીઓનું પાણી દુશ્મનોનું સિંચાઈ કરી રહ્યું છે, પરંતુ ભારતના ખેડૂતોનો આ પાણી પર અધિકાર છે. સિંધુ કરાર એકતરફી અને અન્યાયી હતો, જેને રાષ્ટ્રીય હિતમાં સ્વીકારી નહીં શકાય.


વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો

વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ગુલામીએ આપણને ગરીબ બનાવી દીધા હતા, એટલે દેશની તાકાત બચાવવા, જાળવવા અને વધારવા માટે આત્મનિર્ભર બનવું જરૂરી છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં મેડ ઇન ઇન્ડિયા હથિયારો અને ટેકનોલોજીએ દુશ્મનોને આશ્ચર્યચકિત કર્યા. 'જો આપણે આત્મનિર્ભર ન હોત, તો આપણે ઓપરેશન સિંદૂર આટલી ઝડપથી અને સફળતાપૂર્વક હાથ ધરી શક્યા ન હોત. આપણને ચિંતા રહેતી કે આપણને ક્યારે અને ક્યાંથી સમાન મળશે. પરંતુ અમે મેડ ઇન ઇન્ડિયાની તાકત સેનાના હાથમાં સોંપી દીધી અને તેમણે કોઈપણ અવરોધ વિના બહાદુરી બતાવી. છેલ્લા 10 વર્ષથી સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું મિશન ચાલી રહ્યું છે અને તેનું પરિણામ ઓપરેશન સિંદૂરની જીતમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top