થોડા સમયની મસ્તી-મજાકમાં યુવાનોએ ગુમાવ્યો જીવ! આ કરુણ દ્રશ્યો જોઈ ગુસ્સો આવી જશે, જુઓ વિડીઓ.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં મંગળવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી, જેમાં બોટ પલટી જતાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. કલાકો સુધી રેસક્યુની કાર્યવાહી બાદ ત્રણેયના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાના ૨૪ કલાકની અંદર એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આ ઘટના ઘટવા પાછળની સાચી હકીકત સામે આવી છે.
દુર્ઘટના સમયનો સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાર યુવકો એક બોટમાં તળાવની વચ્ચે મજાક મસ્તી કરી રહ્યા છે. જેમાંથી એક યુવક હલેસા બોટને હોડી આગળ વધારે છે. મસ્તી-મસ્તીમાં એક યુવક ઊભો થઈને હોડીની કિનારી પર બેસી જાય છે અને બંને હાથે હોડી હલાવવા લાગે છે. અન્ય ત્રણ લોકો પણ બે હાથથી હોડીને એ જ પ્રકારે હલાવે છે. આ મસ્તીની મજાક એટલી હદે વધી ગઈ કે, બોટ અચાનક પલટી ગઈ. ચારેય યુવકો તળાવમાં ડૂબી જાય છે.
આ વીડિયોમાં યુવકોની મસ્તી સ્પષ્ટ જોઈ શકાય છે, જે દર્શાવે છે કે આ ઘટના એક અકસ્માત નહિ, પરંતુ મજાક મસ્તીનું દુઃખદ પરિણામ હતું. બોટ પલટી જતાં ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક બચી જાય છે અને ત્રણનું ડૂબવાના કારણે મોત નિપજે છે. આ દ્રશ્યો જોનાર અન્ય એક વ્યક્તિ દૂરથી આ વીડિયો શૂટ કરી રહ્યો હતો. બોટ ડૂબતા જ શૂટ કરનાર વ્યક્તિનો જીવ અધ્ધર થઈ ગયો હતો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
મળતી માહિતી મુજબ, મંગળવારે 5.45 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. જેમાં ત્રણથી ચાર યુવકો ડૂબ્યાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયરની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ માટે પહોંચી ગઈ હતી અને ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણનું મોત નિપજ્યું અને એક જીવિત બચ્યો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ કરુણ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, પાણીમાં મજાક મસ્તી કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp