પુરનો સામનો કરી રહેલા પંજાબના મુખ્યમંત્રીએ લોકોને કહ્યું કે, 'આજે પંજાબ સંકટમાં છે, ત્યારે દેશે પણ આપણી.......' જાણો વિગતો
પંજાબમાં છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલા વરસાદને કારણે પુરએ ભારે તબાહી મચાવી છે. પંજાબ ૧૯૮૮ પછીના આ સૌથી વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. સતત ભારે વરસાદ તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાંથી પણ વરસાદને કારણે છોડવામાં આવેલા પાણીથી રાજ્યની મુખ્ય નદીઓ, સતલજ, બિયાસ અને રાવીમાં પૂરની ભયજનક સ્થિતી ઊભી થઈ છે. આ પૂરથી ૩.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં ૩૭ લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર છે.
રાજ્યના તમામ ૨૩ જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે અને ૧૬૫૫ ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. પંજાબમાં પૂરના કારણે 1.48 લાખ હેક્ટરથી વધુ જમીન પરના ઊભા પાકનો નાશ થયો છે. ઉપરાંત ખેડૂતોને પશુધનના નુકસાનનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે અથવા પાણીથી ધોવાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ખેતરો તળાવો અને બેટમાં ફેરવાઈ ગયા છે. ગામલોકો હોડીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે.
ગુરદાસપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે. વહીવટીતંત્રે અનેક રાહત શિબિરો સ્થાપ્યા છે, પરંતુ ઘણા લોકો હજુ પણ તેમના ઢોર અને ઘરોની નજીક છત અથવા ઊંચા પ્લેટફોર્મ પર કેમ્પિંગ કરી રહ્યા છે.
ਹੜ੍ਹ ਦੇ ਮਾਰ ਹੇਠ ਅੰਮ੍ਰਿਤਸਰ ਦੇ ਪਿੰਡ ਲੋਧੀ ਗੁੱਜਰ ਵਿਖੇ MLA @jeevanjyot20 ਯੂਥ ਕਲੱਬ ਦੀ ਟੀਮ ਨਾਲ ਪਹੁੰਚੇ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਹੜ੍ਹਾਂ ਦੀ ਨਾਜ਼ੁਕ ਸਥਿਤੀ ‘ਚੋਂ ਗੁਜ਼ਰ ਰਹੇ ਲੋਕਾਂ ਨਾਲ ਦੁੱਖ-ਸੁਖ ਸਾਂਝਾ ਕੀਤਾ ਅਤੇ ਲੋੜਵੰਦ ਲੋਕਾਂ ਨੂੰ ਦਵਾਈਆਂ ਅਤੇ ਰਾਹਤ ਸਮੱਗਰੀ ਮੁਹੱਈਆ ਕਰਵਾਈ। pic.twitter.com/XlostOR1Os — AAP Punjab (@AAPPunjab) September 4, 2025
ਹੜ੍ਹ ਦੇ ਮਾਰ ਹੇਠ ਅੰਮ੍ਰਿਤਸਰ ਦੇ ਪਿੰਡ ਲੋਧੀ ਗੁੱਜਰ ਵਿਖੇ MLA @jeevanjyot20 ਯੂਥ ਕਲੱਬ ਦੀ ਟੀਮ ਨਾਲ ਪਹੁੰਚੇ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਹੜ੍ਹਾਂ ਦੀ ਨਾਜ਼ੁਕ ਸਥਿਤੀ ‘ਚੋਂ ਗੁਜ਼ਰ ਰਹੇ ਲੋਕਾਂ ਨਾਲ ਦੁੱਖ-ਸੁਖ ਸਾਂਝਾ ਕੀਤਾ ਅਤੇ ਲੋੜਵੰਦ ਲੋਕਾਂ ਨੂੰ ਦਵਾਈਆਂ ਅਤੇ ਰਾਹਤ ਸਮੱਗਰੀ ਮੁਹੱਈਆ ਕਰਵਾਈ। pic.twitter.com/XlostOR1Os
આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને કહ્યું હતું કે, સરકારે ખાસ નુકસાન મૂલ્યાંકન સર્વે શરૂ કર્યો છે. તેમણે ખાતરી આપી હતી કે, અસરગ્રસ્ત પરિવારોને વળતર મળશે. ઉપરાંત એમ પણ કહ્યું કે, 'જ્યારે પણ દેશ સંકટમાં હતો, ત્યારે પંજાબે તેને ટેકો આપ્યો હતો. આજે પંજાબ સંકટમાં છે, ત્યારે દેશે પણ આપણી સાથે ઊભા રહેવું જોઈએ.'
સરકારી એજન્સીઓ સાથે અનેક NGO અને શીખ સંગઠનો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. વળી, ભાખરા ડેમમાં પાણીનું સ્તર 1677.84 ફૂટ પર પહોંચી ગયું છે, જે 1680 ફૂટની મહત્તમ ક્ષમતાની ખૂબ નજીક છે.
🚨 ਪੰਜਾਬ ਦੇ ਹੜ੍ਹ ਪ੍ਰਭਾਵਿਤ ਇਲਾਕਿਆਂ ਵਿੱਚ AAP Youth Club Punjab ਦੇ ਨੌਜਵਾਨ ਅਤੇ AAP Mahila Wing ਦੀਆਂ ਮਾਤਾਵਾਂ-ਭੈਣਾਂ ਮਿਲ ਕੇ ਘਰ-ਘਰ ਰਾਸ਼ਨ ਤੇ ਸਹਾਇਤਾ ਪਹੁੰਚਾ ਰਹੀਆਂ ਹਨ — ਇਹ ਯਕੀਨੀ ਬਣਾਉਂਦੇ ਹੋਏ ਕਿ ਇਸ ਆਫ਼ਤ ਵਿੱਚ ਕੋਈ ਵੀ ਇਕੱਲਾ ਮਹਿਸੂਸ ਨਾ ਕਰੇ।#AAP #Punjab #YouthClub #MahilaWing #FloodRelief pic.twitter.com/DCjQ72ogUa — Youth Club Punjab (@punjabyouthclub) September 2, 2025
🚨 ਪੰਜਾਬ ਦੇ ਹੜ੍ਹ ਪ੍ਰਭਾਵਿਤ ਇਲਾਕਿਆਂ ਵਿੱਚ AAP Youth Club Punjab ਦੇ ਨੌਜਵਾਨ ਅਤੇ AAP Mahila Wing ਦੀਆਂ ਮਾਤਾਵਾਂ-ਭੈਣਾਂ ਮਿਲ ਕੇ ਘਰ-ਘਰ ਰਾਸ਼ਨ ਤੇ ਸਹਾਇਤਾ ਪਹੁੰਚਾ ਰਹੀਆਂ ਹਨ — ਇਹ ਯਕੀਨੀ ਬਣਾਉਂਦੇ ਹੋਏ ਕਿ ਇਸ ਆਫ਼ਤ ਵਿੱਚ ਕੋਈ ਵੀ ਇਕੱਲਾ ਮਹਿਸੂਸ ਨਾ ਕਰੇ।#AAP #Punjab #YouthClub #MahilaWing #FloodRelief pic.twitter.com/DCjQ72ogUa
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp