ભારતમાં એક મોટી વિમાની દુર્ઘટના થતાં થતાં રહી ગઈ, ૨૭૨ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા! જાણો મામલો.
આ વર્ષે દુનિયામાં એક પછી એક વિમાની અકસ્માતની દુર્ઘટનાઓ સર્જાય રહી છે. ત્યારે ભારતમાં તાજેતરમાં જ વધુ એક આવી મોટી ઘટના બનતા ટળી છે. મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઘટના સમયે વિમાનમાં 272 મુસાફરો સવાર હતા. જો કે પાયલટની સમયસર કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અને બધા મુસાફરો સુરક્ષિત છે.
ઉડાન દરમિયાન વિમાન સાથે એક મોટું પક્ષી અથડાયું હતું. જેને કારણે વિમાન હાલક ડોલક થવા લાગ્યું હતું. આ જોઈને પાયલોટે નાગપુરમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. હવામાં પક્ષી સાથે અથડાવાથી વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે બીજા કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પરંતુ, પક્ષી સાથે અથડાયા પછી, વિમાન ધ્રૂજવા લાગ્યું હતું. અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે પરિસ્થિતિ પ્રમાણે પાયલોટે પોતાની બુદ્ધિ વાપરી અને તાત્કાલિક ઈમજરન્સી લેન્ડિંગ કરાવી દીધું હતું.
વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ પાછળનું કારણ પક્ષી અથડાવાનું હતું. અને ઉડ્ડયન ઉદ્યોગમાં વિમાન સાથે પક્ષી અથડામણને ગંભીર ખતરો માનવામાં આવે છે. ખાસ કરીને ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન તે ગંભીર ખતરો પેદા કરી શકે છે. ઘણી વખત, પક્ષીના અથડાવાથી અથવા પક્ષીના એન્જિનમાં ફસાઈ જવાથી વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અને તેથી પક્ષી અથડાવાથી વિમાનનું સંચાલન જોખમમાં મુકાઈ શકે છે. માટે આવી પરિસ્થિતિમાં પાયલોટની સુઝબુઝ ખૂબ અગત્યની સાબિત થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp