શું તમે પણ નવી ઇલેક્ટ્રિક ગાડી લેવાનું વિચારી રહ્યા છો? તો આ રહ્યો બેસ્ટમાં બેસ્ટ ઓપ્સન! તદ્દન

શું તમે પણ નવી ઇલેક્ટ્રિક ગાડી લેવાનું વિચારી રહ્યા છો? તો આ રહ્યો બેસ્ટમાં બેસ્ટ ઓપ્સન! આટલું સસ્તું ક્યાંક નહિ મળે, જાણો વિગતો

08/29/2025 Business

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ નવી ઇલેક્ટ્રિક ગાડી લેવાનું વિચારી રહ્યા છો? તો આ રહ્યો બેસ્ટમાં બેસ્ટ ઓપ્સન! તદ્દન

ભારતીય બજારમાં ટીવીએસ મોટર્સે એક મોટું પગલું ભરીને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર TVS Orbiter લોન્ચ કર્યું છે. કંપની દ્વારા આ સ્કૂટરને ખાસ કરીને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સને ધ્યાનમાં રાખીને  તૈયાર કર્યો છે. આ સ્કૂટરનું સૌથી મોટું આકર્ષણ એ છે કે, આ સેગમેન્ટનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેમાં ક્રૂઝ કન્ટ્રોલ આપવામાં આવ્યું છે.


કિંમત

કંપની દ્વારા સ્કૂટરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 99,900 રાખી છે, જેથી તે iQube કરતાં કિફાયતી સાબિત થાય છે. જો કે આ મોડેલનું બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે અને ગ્રાહકો તેને કંપનીની વેબસાઈટ કે ડીલરશીપ પરથી બુક કરી શકે છે.


ડિઝાઇન અને કન્ફર્ટ

  • બોક્સી અને મોડર્ન ડિઝાઇન, એયરોડાયનેમિક બોડી સાથે 10% વધારાની રેન્જ.
  • 845 મિમીની લાંબી ફ્લેટ સીટ, ડ્રાઈવર અને પિલિયન બંને માટે આરામદાયક.
  • 34 લિટરનું અંડર-સીટ સ્ટોરેજ – બે હેલ્મેટ સરળતાથી ફિટ થાય.
  • 290 મિમીનું ફુટબોર્ડ, વધારે લેગરૂમ સાથે.
  • LED હેડલેમ્પ, કલર LCD ક્લસ્ટર, કોલ-એસએમએસ નોટિફિકેશન ડિસ્પ્લે.

બેટરી અને રેન્જ

  • 1 kWh લિથિયમ-આયન બેટરી.
  • એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી સ્કૂટર 158 કિમી સુધી દોડશે.
  • બેટરી IP67 રેટેડ – ધૂળ, પાણી અને ગરમીથી સુરક્ષિત.
  • 14 ઇંચના મજબૂત વ્હીલ્સ, ખરાબ રસ્તાઓ પર પણ સરળ ડ્રાઈવ.

સ્માર્ટ કનેક્ટિવિટી અને સેફ્ટી ફીચર્સ

  • મોબાઈલ એપ કનેક્ટિવિટી – બેટરી, ઓડોમીટર ચેક, લાઈવ લોકેશન ટ્રેકિંગ.
  • ક્રેશ/ફોલ એલર્ટ, ઈમર્જન્સી નોટિફિકેશન, એન્ટી-થીફ્ટ અને જિયો-ફેન્સિંગ.
  • ક્રૂઝ કન્ટ્રોલ, હિલ-હોલ્ડ અસિસ્ટ અને પાર્કિંગ અસિસ્ટ જેવા એડવાન્સ ફીચર્સ.
  • ઓવર-ધ-એયર (OTA) અપડેટ્સ – સમયસર નવા ફીચર્સ મળશે.

કલર ઓપ્શન્સ

કલર ઓપ્શન્સ

TVSના આ ઇલેક્ટ્રિક સ્કૂટર છ રંગોમાં ઉપલબ્ધ રહેશે. નિઓન સનબર્સ્ટ, સ્ટ્રાટોસ બ્લૂ, લુનર ગ્રે, સ્ટેલર સિલ્વર, કોસ્મિક ટાઇટેનિયમ અને માર્ટિયન કૉપર. TVSનું આ મોડેલ નવો ‘ઓર્બિટર’ સીધી ટક્કર આપશે બજાજ ચેતક, ઓલા ઇલેક્ટ્રિક, હીરો વિડા અને એથર એનર્જી જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સને. ટૂંકમાં, ટીવીએસ ઓર્બિટરનું આ સ્કુટર માત્ર કિંમતમાં જ નહીં પરંતુ ફીચર્સ અને સેફ્ટીમાં પણ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top