Shefali Jariwala Passed Away: ‘કાંટા લાગા’ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, જાણો કઇ રીતે થયું અવસાન
Shefali Jariwala Passed Away: 'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' કન્ટેસ્ટેંટ શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેનો મૃતદેહ હાલમાં કૂપર હોસ્પિટલમાં છે. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટના સંદર્ભે જણાવ્યું છે કે અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને તે હવે નથી રહી. અહેવાલો અનુસાર, તેને પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. શેફાલીના અચાનક દુનિયા છોડી જવાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
એક વીડિયોમાં શેફાલી જરીવાલાનો પતિ કૂપર હોસ્પિટલમાં જોવા મળ્યો છે જેમાં તે કારમાં બેઠો અને ભાંગી પડેલો જોવા મળે છે. કારની અંદર બેઠો પરાગ પોતાના ઉદાસ ચહેરાને હાથથી ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે લખ્યું કે, 'રેસ્ટ ઇન પીસ શેફાલી, તું અમને ખૂબ જલ્દી છોડીને જતી રહી.' ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, 'હું ખૂબ જ શોક્ડ અને દુઃખી છું, આપણી પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને જતી રહી.'
શેફાલી જરીવાલાએ વર્ષ 2002માં આવેલા 'કાંટા લગા' ગીતથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી. લોકો આજે પણ આ રિમિક્સ ગીત સાંભળે છે. ત્યારબાદ શેફાલી વર્ષ 2004માં અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં પણ જોવા મળી છે. આ અભિનેત્રી સલમાન ખાનના લોકપ્રિય શૉ 'બિગ બોસ'ની 11મી સીઝનમાં પણ કાંટેસ્ટેટ તરીકે જોવા મળી હતી. સિદ્ધાર્થ શુક્લા પણ આ સીઝનમાં હતો અને તે પણ આ જ રીતે પોતાના ચાહકોને દુઃખી કરીને જતો રહ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp