Video: શુભમન ગિલ સાથે બીજી છોકરી બેઠી તો સારા તેંદુલકરને થઇ ઈર્ષ્યા? સારાની ગિલ પરની કાતિલ નજર કેમેરામાં કેદ
Sara Tendulkar Locks Her Eyes On Shubman Gill: ભારતીય ટીમનો યુવા કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર લાઈમલાઇટમાં છે, પરંતુ આ વખતે કારણ તેનું બેટ નથી, પરંતુ એક વાયરલ વીડિયો છે જેમાં તે એક અજાણી છોકરી સાથે બેઠો છે અને સારા તેંદુલકર પાછળની સીટ પરથી તેને સતત ત્રાસી નજરે જોતી જોવા મળે છે અને તેને શુભમન ગિલ બીજી છોકરી સાથે છે તે જરાય ગમતુ ન હોય તેમ લાગી રહ્યું છે. આ વીડિયો લંડનમાં યુવરાજ સિંહની ફંડરેઝિંગ પાર્ટીનો છે, જ્યાં ક્રિકેટ અને બોલિવુડની ઘણી હસ્તીઓ ઉપસ્થિત હતી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શુભમન ગિલ એક છોકરી સાથે વાત કરી રહ્યો છે, જ્યારે સારા તેંદુલકર, જે પોતાના માતા-પિતા સચિન અને અંજલિ તેંદુલકર સાથે પાછળ બેઠી હતી, અને તે વારંવાર શુભમન તરફ જોઈ રહી હતી. જાણે કે તેને શુભમન ગિલ કોઇ બીજી છેકરી સાથે બેઠો તે ગમતું વ હોય. આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો તેની મજા માણવાનું ચૂકી રહ્યા નથી. ઘણા લોકોએ ટિપ્પણી કરી કે, ‘ગિલને કોઈ બીજી છોકરી સાથે વાત કરતો સરાને ઈર્ષ્યા થઈ રહી છે!’
જો કે, શુભમન અને સારા વચ્ચેના સંબંધો અંગે ક્યારેય સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને મોટાભાગે સોશિયલ મીડિયા પર તેમના અફેરની ચર્ચા થતી રહે છે. આ વાયરલ વીડિયોએ ફરી એકવાર તેમની વચ્ચેની કેમેસ્ટ્રીને લઈને સવાલ ઉભા કર્યા છે.
ક્રિકેટની વાત કરીએ તો, શુભમન ગિલે હેડિંગ્લે ટેસ્ટમાં બંને ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી અને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી, પરંતુ લોર્ડ્સ ટેસ્ટમાં તે બેટિંગમાં પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો. ગિલની બેટ શાંત રહેવાની અસર ટીમ પર પણ પડી હતી અને ભારતને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Shubman Gill and Sara palat moment 😍🥹 US when ? 😭 pic.twitter.com/5Zd92d4XaJ — Jeet (@JeetN25) July 17, 2025
Shubman Gill and Sara palat moment 😍🥹 US when ? 😭 pic.twitter.com/5Zd92d4XaJ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એન્ડરસન-તેંદુલકર ટ્રોફી શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. હાલમાં ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે અને શ્રેણી બરાબર કરવા માટે ભારતે કોઈપણ ભોગે આગામી મેચ જીતવી પડશે. રસપ્રદ વાત એ છે કે, ભારતે માન્ચેસ્ટરના મેદાન પર અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ જીતી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp