Maharashtra: BJP-NCP (SP)ના સમર્થકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જુઓ વીડિયો

Maharashtra: BJP-NCP (SP)ના સમર્થકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જુઓ વીડિયો

07/18/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Maharashtra: BJP-NCP (SP)ના સમર્થકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જુઓ વીડિયો

Maharashtra News: ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં અખાડા જેવું દૃશ્ય જોવા મળ્યું. અહીં ધારાસભ્યોના સમર્થકો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઈ. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભાજપ અને શરદ પવારના પક્ષ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર) ધારાસભ્યના સમર્થકો વચ્ચે તીખી બહેસ થઇ, જેમાં લાતો અને ઘૂસાઓ ચાલ્યા. ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને NCP (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી મતભેદ હતા, જેણે હિંસક રૂપ લઈ લીધું. તાજેતરમાં, બંને નેતાઓ ગેટ પાસે એકબીજાને અપશબ્દો કહેતા જોવા મળ્યા હતા, જેના કારણે રાજકીય તણાવ વધ્યો છે.


ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર સાથે વિધાનસભાની લોબીમાં ધક્કા-મુક્કી કરી

ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર સાથે વિધાનસભાની લોબીમાં ધક્કા-મુક્કી કરી

આ ઘટના આવ્હાડ દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણીજનક ટિપ્પણી બાદ બની હતી, જેમાં તેમણે વિધાનસભા પરિસરમાં રેડ કાર્પેટ પર ચાલતા એક મહિલાના 'મંગળસૂત્ર' પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને પડલકર પર કટાક્ષ તરીકે જોવામાં આવી હતી, જોકે આવ્હાડે કોઈનું નામ લીધું નહોતું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે વિધાન ભવનમાં આ રીતે મારમારી કરવું ખોટું છે. હુમલો કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર સાથે વિધાનસભાની લોબીમાં ધક્કા-મુક્કી કરવામાં આવી હતી, તેની તપાસ કરીને કાર્યવાહી થવી જોઈએ. વિધાનસભામાં સંજય ઉપાધ્યાય દ્વારા આવી માગ કરવામાં આવી હતી. આ અંગે સ્પીકર રાહુલ નાર્વેકરે આશ્વાસન આપ્યું કે તાત્કાલિક તપાસ કરવામાં આવશે.


'ગુંડાઓને વિધાનસભા પરિસરમાં પ્રવેશવા માટે પાસ કોણે આપ્યા?'

'ગુંડાઓને વિધાનસભા પરિસરમાં પ્રવેશવા માટે પાસ કોણે આપ્યા?'

મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં થયેલી ઝપાઝપી અને મારામારી અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ ગુંડાઓને વિધાનસભા પરિસરમાં પ્રવેશવા માટે પાસ કોણે આપ્યા? વિધાનસભા પરિસરમાં આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે અને સ્પીકરે તેમને પાસ આપનારા ગુંડાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આ સંદર્ભે જરૂરી કાર્યવાહી શરૂ થવી જોઈએ. સ્પીકર, મુખ્યમંત્રી અને ગૃહ વિભાગે આ બાબતને ધ્યાને લેવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top