કોંગ્રેસની મીટિંગમાં લાત-ઘૂસાવાળી! જિલ્લાધ્યક્ષની દાવેદારીને લઈને પરસ્પર બાખડ્યા, જુઓ વીડિયો
Heavy Kicking And Punching In The Congress Meeting Bhopal: મંગળવારે શહેરમાં કોંગ્રેસની એક બેઠકમાં ખૂબ જ હોબાળો થયો હતો. ધારાસભ્ય આરિફ મસૂદ અને જિલ્લા પ્રમુખ ઉમેદવાર સૈયદ સાજિદ અલીના સમર્થકો વચ્ચે જબરદસ્ત લાત-ઘૂસાવાળી થઈ હતી. ત્યારબાદ બેઠકમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ શાંત કરી હતી અને બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભાજપે આ ઘટનાને ‘કુસ્તી સ્પર્ધા’ ગણાવી છે. મંગળવારે ભોપાલના એમપી નગરમાં એક રેસ્ટોરાંમાં કોંગ્રેસ પાર્ટીની બેઠક ચાલી રહી હતી. આ બેઠક કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે યોજાઈ હતી. પરંતુ, સભામાં જ કોંગ્રેસના કાર્યકર્તા એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા સૈયદ સાજિદ અલી પોતાના સમર્થકો સાથે આ બેઠકમાં પહોંચ્યા હતા. ત્યાં ધારાસભ્ય આરિફ મસૂદના સમર્થકો પણ ત્યાં હાજર હતા. સાજિદ અલીના સમર્થકો અને આરિફ મસૂદના સમર્થકો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો. અને જોત જોતામાં બંને જૂથો એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. જે સમયે આ ઝઘડો થયો તે સમયે ભોપાલ જિલ્લા સુપરવાઈઝર યશોમતી ઠાકુર, ધારાસભ્ય મહેશ પરમાર, દિલીપ સિંહ ગુર્જર અને કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રવીણ સક્સેના પણ બેઠકમાં હાજર હતા.
સૈયદ સાજિદ અલીએ કહ્યું કે, તેઓ જિલ્લા પ્રમુખ પદ માટે દાવો કરી રહ્યા છે. એટલા માટે કેટલાક લોકો તેમની સાથે વિવાદ કરી રહ્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ પદ માટે સલાહ-સૂચન થઈ રહ્યું છે. સલાહ-સૂચનનો અર્થ થાય છે લોકો પાસેથી સલાહ લેવી કે કોને પ્રમુખ બનાવવો જોઈએ. સાજિદ અલીએ કહ્યું કે આજે (17 જૂન) કેન્દ્રીય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. જ્યારે હું આ બેઠકમાં હાજરી આપવા ગયો ત્યારે ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું કે, તમે અહીં કેમ આવ્યા છો, મેં કહ્યું કે હું પણ પ્રમુખ પદ માટે દાવો કરી રહ્યો છું. તો ધારાસભ્યએ કહ્યું કે જો કંઈક થઈ જશે તો પછી શું થશે?
સાજિદ અલીએ વધુમાં કહ્યું કે, ‘મેં મસૂદને કહ્યું કે, આમ કેવી રીતે થઈ શકે? હું જિલ્લા પ્રમુખ પદ માટે દાવો કરવા આવ્યો છું. ત્યારબાદ, મસૂદના લોકોએ દુર્વ્યવહાર શરૂ કરી દીધો. જ્યારે અમારા લોકોએ તેમને રોક્યા, તો તેઓ વિવાદ કરવા લાગ્યા. મેં અને આરીફ મસૂદ બંનેએ દરમિયાનગીરી કરી અને તેમને શાંત પાડ્યા. સાજિદ અલીએ એમ પણ કહ્યું કે કેટલાક લોકોને તેમના જિલ્લા પ્રમુખ બનવાથી સમસ્યા થઈ રહી છે. એટલે તેઓ આવા વિવાદો ઉભા કરી રહ્યા છે. મીટિંગમાં કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. બંને પક્ષના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
कांग्रेस की बैठक या कुश्ती प्रतियोगिता?भोपाल में कांग्रेस का संगठन सृजन अब संघर्ष सृजन बन गया है।जिला कांग्रेस की बैठक में आरिफ मसूद और साजिद अली के समर्थकों के बीच बहस नहीं, सीधे मारपीट हुई।आरोप लगा कि साजिद अली ने चुनाव में BJP का समर्थन किया — जवाब मिला, "बैठक में… pic.twitter.com/YbHFP0pgvo — Ashish Usha Agarwal आशीष ऊषा अग्रवाल (@Ashish_HG) June 17, 2025
कांग्रेस की बैठक या कुश्ती प्रतियोगिता?भोपाल में कांग्रेस का संगठन सृजन अब संघर्ष सृजन बन गया है।जिला कांग्रेस की बैठक में आरिफ मसूद और साजिद अली के समर्थकों के बीच बहस नहीं, सीधे मारपीट हुई।आरोप लगा कि साजिद अली ने चुनाव में BJP का समर्थन किया — जवाब मिला, "बैठक में… pic.twitter.com/YbHFP0pgvo
ભાજપે કર્યો કટાક્ષ
તો ભાજપે આ ઘટના પર કટાક્ષ કરતા કહ્યું કે, આ કોંગ્રેસની સભા છે કે કુસ્તી સ્પર્ધા. ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘કોંગ્રેસની સભા છે કે કુસ્તી સ્પર્ધા? ભોપાલમાં કોંગ્રેસનું સંગઠન સૃજન હવે સંઘર્ષ સૃજન બની ગયું છે. જિલ્લા કોંગ્રેસની બેઠકમાં આરીફ મસૂદ અને સાજિદ અલીના સમર્થકો વચ્ચે બહેસ નહીં, સીધી મારામારી થઈ. એવો આરોપ લાગ્યો કે સાજિદ અલીએ ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું. જવાબ મળ્યો- ‘બેઠકમાં દેશભક્તોની જરૂરિયાત નથી.’ પછી શું હઔ બહેસ, ધક્કામુક્કી અને ખુરશીઓ ચાલવા લાગી.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp