Umesh Makwana suspended: ઉમેશ મકવાણા AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ, MLA બોલ્યા- ‘ટૂંક સમયમાં...’
Umesh Makwana suspended from AAP: વિસાવદર વિધાનસભાની પેટાચુંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી (AAP)ના એક નવો જોશ પુરાયો હોય તેવું લાગતું હતું, પરંતુ આ જીતના થોડા જ દિવસ બાદ જ AAPની અંદર ચાલી રહેલા ડખા ખૂલીને સામે આવી રહ્યા છે. આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના સંયોજન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સંબોધીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘હું છેલ્લા 2.5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યો છું. તેની સાથે જ હું ગુજરાત આમ આદમી પાર્ટીના દંડક તરીકે સેવા આપી રહ્યો છું. મારી સામાજિક સેવાઓ ઘટી રહી હોવાથી હું પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ, મને બધા પદ પરથી અને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે.’
AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આરોપ લગાવ્યો કે, પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. AAPના કાર્યકર્તાના રૂપમાં કામ કરતો રહીશ. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઊતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે, કારણ કે એ દલિત સમાજના હતા. જનતાને પૂછીને નિર્ણય કરીશ કે AAPના ધારાસભ્યપદેથી રાજીનામું આપીશ કે નહીં અને જો આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ, એ આગામી સમયમાં નક્કી કરીશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ.’
હવે ઉમેશ મકવાનાને 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ટ્વીટર પર માહિતી આપતા લખ્યું કે, ‘ઉમેશ મકવાનાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓ માટે 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp