Video: પ્રેગ્નેન્ટ મહિલાએ BJPના સાંસદને રસ્તો બનાવવા કહ્યું તો બોલ્યા- ‘તારીખ બતાવો, અમે ઉઠાવડા

Video: પ્રેગ્નેન્ટ મહિલાએ BJPના સાંસદને રસ્તો બનાવવા કહ્યું તો બોલ્યા- ‘તારીખ બતાવો, અમે ઉઠાવડાવી લઈશું’

07/12/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: પ્રેગ્નેન્ટ મહિલાએ BJPના સાંસદને રસ્તો બનાવવા કહ્યું તો બોલ્યા- ‘તારીખ બતાવો, અમે ઉઠાવડા

મધ્ય પ્રદેશના સીધીના ભાજપના સાંસદ રાજેશ મિશ્રાના એક નિવેદનથી વિવાદ ઊભો થઈ ગયો છે. સીધીના એક ગામની રહેવાસી લીલા સાહુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. તેણે પોતાના સાંસદ પાસેથી રસ્તો બનાવવાની માગ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે ગર્ભવતી છે, રસ્તો તાત્કાલિક બનાવવો જોઈએ જેથી એમ્બ્યુલન્સને આવવામાં કોઈ મુશ્કેલી ન પડે. હવે આ અંગે રાજેશ મિશ્રાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જો તેને જરૂરિયાત હોય તો તેણે ડિલિવરીના થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઇએ. પરંતુ નિવેદનમાં તેમણે કંઈક એવું કહી દીધું જેનાથી હોબાળો થઈ ગયો. રાજેશ મિશ્રાએ કહ્યું કે લીલા પોતાની ડિલિવરીની તારીખ બતાવી દે, તેણે ઉઠાવડાવી લેઇશું.


લીલા સાહુની માગ

લીલા સાહુની માગ

3 જુલાઈના રોજ, લીલાએ એક મિત્ર સાથે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો. લીલાએ સાંસદ પર આરોપ લગાવ્યો કે તેમણે એક વર્ષ અગાઉ રસ્તો બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી. વીડિયોમાં લીલા કહે છે કે, ‘ઓ સાંસદ જી, જ્યારે તમારામાં આ રસ્તો બનાવવાની હિંમત નહોતી, તો તમે મને ખોટો વાયદો કેમ કર્યો? જો તમે પહેલા જ કહી દેતા કે તમારામાં હિંમત નથી, તો હું તમારા કરતા મોટા નેતાઓને મળતી. હું નીતિન ગડકરી કે નરેન્દ્ર મોદીને મળતી. હું કોઈને પણ મળતી, અરજી આપતી સુનાવણી થતી. જો તે તમારી ક્ષમતાની બહાર હોત, તો તમે વાયદો કેમ કર્યો?

જેમ ખેડૂત વરસાદ આવવાની અને બીજ વાવવાની રાહ જુએ છે, તેમ હું પણ રાહ જોતી રહી કે તમે રસ્તો મંજૂર કરાવશો અને રસ્તો બનશે. હું આખું વર્ષ રાહ જોતી રહી કે રસ્તો મંજૂર થશે અને બનશે.

હું તમને કહેવા માગુ છું કે હું ગર્ભવતી છું. 9મો મહિનો ચાલી રહ્યો છે. કંઈ પણ કરીને રસ્તો બનાવો. કોઈ પણ  સમયે અમને જરૂર પડે તો અમે શું કરીશું? જો એમ્બ્યુલન્સ અહીં ન આવી શકી તો જવાબદાર તમે હશો, હું બતાવી રહી છુ. લીલા સાથે વીડિયોમાં જે બીજી મહિલા હતી, તે પણ ગર્ભવતી હતી. તે કહે છે કે તેને ગમે ત્યારે પ્રસૂતિ પીડા થઈ શકે છે. એવામાં, રસ્તો ન હોવાને કારણે સમસ્યા થઈ શકે છે.


સાંસદનું નિવેદન

સાંસદનું નિવેદન

જ્યારે પત્રકારોએ સાંસદ રાજેશ મિશ્રાને લીલાના વીડિયો બાબતે પૂછ્યું, ત્યારે તેમણે લીલાને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી દીધી. તેમણે કહ્યું કે, ‘અમારી પાસે એમ્બ્યુલન્સ છે. અમારી પાસે સુવિધાઓ છે. અમારી પાસે આશા વર્કર્સ છે. અમે વ્યવસ્થા કરીશું, ચિંતા કરવાની કોઈ વાત નથી. જો આવી કોઈ વાત હોય તો હૉસ્પિટલમાં દાખલ થઈ જાવ. ડિલિવરી તો EDT હોય છે એટલે કે સંભવિત તારીખ હોય છે. તેના એક અઠવાડિયા અગાઉ ઉઠાવડાવી લઈશું. જો તમે ઈચ્છો તો અહીં આવીને દાખલ થઈ જાવ. અમે બધી સુવિધાઓ પૂરી પાડીશું. અમારી સરકાર ભોજન-પાણી પણ આપે છે. એટલે, મને લાગે છે કે આવી વાત કરવી યોગ્ય નથી. હું રસ્તો નથી બનાવતો, એન્જિનિયર સર્વે કરે છે, કોઈ કોન્ટ્રાક્ટર તેને બનાવે છે. તો એવામાં 2-3 વર્ષ લાગી જ જાય છે.

લીલા અંગે, રાજેશ મિશ્રાએ કહ્યું કે આવા નિવેદનો યોગ્ય નથી. આ રીતે, દરેક ગામમાંથી માગણીઓ ઉભી થઈ શકે છે. એટલું જ નહીં, ભાજપના સાંસદે આ વીડિયોને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાનું મધ્યમ ગણાવવાનો પણ પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, હવે જો કોઈ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માગે છે, તો તમે કંઈ પણ કરી શકો છો. પછી દરેક ગામમાં આવું થશે.

ત્યારબાદ તેમણે તેમના પૂર્વવર્તી નેતાઓ પર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેમના પહેલા કોંગ્રેસના નેતાઓ હતા જેમણે રસ્તો બનાવવા માટે કંઈ કર્યું નહીં. રાજેશ મિશ્રાએ કહ્યું કે, ‘મારા પહેલાના બધા નેતાઓ કોંગ્રેસના નેતા હતા, તેમણે રસ્તા માટે શું કર્યું?’

જોકે, ભાજપના સાંસદ કોંગ્રેસ પર જે આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે તેમની પોતાની પાર્ટી પર ઉંધા પડી ગયા. ઓછામાં ઓછું જો આપણે સંસદીય બેઠકની વાત કરીએ તો, સીધીમાં છેલ્લા 27 વર્ષથી ભાજપના સાંસદ રહ્યા છે. ત્યારબાદ, મધ્ય પ્રદેશના PWD મંત્રી રાકેશ સિંહે પણ આ સમગ્ર વિવાદ પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું, લીલા સાહુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો. ઘણા બધા લોકો છે જેમની આવી માગણીઓ છે. તો તમને શું લાગે છે કે PWD પાસે આટલા પૈસા હોય છે, અથવા કોઈ વિભાગ પાસે એટલા પૈસા છે કે કોઈ પોસ્ટ મૂકી દે અને અમે ડમ્પર લઈને પહોંચી જઈશું, સિમેન્ટ-કોન્ક્રિટ પ્લાન્ટ લઈને પહોંચી જઈશું. આ શક્ય નથી.

રાકેશ સિંહે કહ્યું કે રસ્તો બનાવવાની એક પ્રક્રિયા છે. PWD કયો રસ્તો બનાવશે અને કયો નહીં, તે પણ બંધારણ હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ એ વાતનો ઇનકાર કરી રહ્યા નથી કે લોકોને સમસ્યાઓ નહીં થાય, પરંતુ વિભાગની પણ પોતાની મર્યાદાઓ હોય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top