ગુજરાતમાં દારૂ મેળવવાની સરકારી પ્રક્રિયાઓ કરાશે વધુ સરળ!? દારૂ રસિકો માટે સારા સમાચર, જાણો પરમિ

ગુજરાતમાં દારૂ મેળવવાની સરકારી પ્રક્રિયાઓ કરાશે વધુ સરળ!? દારૂ રસિકો માટે સારા સમાચર, જાણો પરમિટની પ્રોસેસ.

08/30/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં દારૂ મેળવવાની સરકારી પ્રક્રિયાઓ કરાશે વધુ સરળ!? દારૂ રસિકો માટે સારા સમાચર, જાણો પરમિ

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં હવે દારૂની પરમિટ મેળવવી વધુ સરળ બનશે. કેમ કે, ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગે પરવાનો મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ કરી છે. પ્રોસેસમાં પારદર્શિતા લાવવા નશાબંધી વિભાગ દ્વારા નવું પોર્ટલ તૈયાર કરાયું છે. અત્યાર સુધી દારૂની પરમિટ મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓફલાઈન હતી. જેમાં વ્યક્તિએ નશાબંધી અને આબકારી વિભાગમાં જઈને ફોર્મ ભરવું પડતું હતું. બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવીને ડોક્યુમેન્ટ જમા કરાવવા પડતા હતા. આ પ્રોસેસ લાંબી અને જટિલ હતી. તેમજ તેમાં ભ્રષ્ટાચાર થવાની ફરિયાદો દિવસને દિવસે વધી રહી હતી. તેવામાં નશાબંધી વિભાગ દ્વારા સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. તેથી ડિસેમ્બર સુધીમાં દારૂની પરમિટ ઓનલાઈન મળતી થઈ જશે.


નશાબંધી વિભાગને ડિજીટલ બનાવવાના અનેક ફાયદા

નશાબંધી વિભાગને ડિજીટલ બનાવવાના અનેક ફાયદા

આ માટે ગ્રાહકોએ વિભાગ દ્વારા ડેવલોપ કરાયેલ વેબસાઈટ પર જઈ સંપર્ક કરવાનો રહેશે. જેમાં લોગ-ઈન આઈડી જનરેટ કરીને વેબસાઈટ પર માંગવામાં આવેલી જરૂરી વિગતો ભરવાની રહેશે. અને ડોક્યુમેન્ટ્સ પણ અહી જ અપલોડ કરી ફી ઓનલાઈન ભરવાની રહેશે. નશાબંધી વિભાગે અન્ય પ્રોસેસને પણ ઓનલાઈન કરી છે. નશાબંધી વિભાગ પોતાની કામગીરીને વધુ પારદર્શક અને જવાબદેહ માટે આ પરિવર્તન આણ્યું છે.

નશાબંધી વિભાગને ડિજીટલ બનાવવાના અનેક ફાયદા છે. કાગળકામનો ઘટાડો, સમયની બચત, પારદર્શકતામાં વધારો, રેકોર્ડ રાખવામાં સરળતા, વ્યાવસાયિક કામકાજમાં ઝડપ જેવા અનેક ફાયદા વિભાગ અને નાગરિકો બંનેને છે. આ સાથે પરવાના મેળવવા માટે આવતી ફાઇલોના નિકાલમાં વિલંબ ન થાય એ માટે એક ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.


સિટીમાં દારૂબંદી હટાવ્યા બાદ સરકારને 94 લાખ રૂપિયાની આવક

સરકારે ગૃહમાં કહ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂબંદી હટાવ્યા બાદ રાજ્ય સરકારને માત્ર 94 લાખ રૂપિયાની જ આવક થઈ છે. દારૂબંદી હટાવ્યા બાદ ગિફ્ટ સિટીમાં માત્ર 2 એકમોએ જ દારૂના વેચાણનું લાઇસન્સ મેળવ્યું છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં ડિસેમ્બર ૨૦૨૩થી દારૂની છૂટ આપી છે.


દારૂની પરમિટ મેળવવા માટેની પ્રોસેસ?

દારૂની પરમિટ મેળવવા માટેની પ્રોસેસ?

દારૂની પરમિટ માટે ઓછામાં ઓછી 40 વર્ષની વય અને મહિને 25,000ની આવક હોવી ફરજિયાત છે. અરજદારે દારૂની પરમિટ માટે નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાણ તથા ઉંમરના પૂરાવા સાથે જરૂરી ફી ભવાની રહેશે. ત્યારબાદ આરોગ્ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે. આરોગ્ય ચકાસણી કર્યા બાદ જો અધિકારીઓને યોગ્ય લાગે તો જ દારૂની પરમિટ આપવામાં આવે છે.

કોઈ વ્યક્તિ પાસે પરમિટ આવી જાય પછી સરકારે મંજૂરી આપેલી દારૂની શોપમાંથી દારૂ ખરીદી શકો છે, જ્યાં તમને પરમિટના આધારે એટલે કે જો તમારી ઉંમર 40થી 50 વર્ષ હોય તો તમને 3 યુનિટનો દારૂ મળશે, 50થી 65 વર્ષ સુધીની હોય તો 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો દારૂનો જથ્થો મળશે. તમને જણાવી દઇએ કે એક યુનિટમાં 1 બોટલ દારૂ અથવા 10 બોટલ બીયરનો જથ્થો મળે. દર મહિને નક્કી કરાયેલા યુનિટ પ્રમાણે જ દારૂ આપવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top