Gujarat: ‘એ.. રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે..’, આ શહેરની પોલીસે લગા

Gujarat: ‘એ.. રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે..’, આ શહેરની પોલીસે લગાવેલા પોસ્ટર્સથી વિવાદ

08/02/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: ‘એ.. રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે..’, આ શહેરની પોલીસે લગા

Ahmedabad News: અમદાવાદમાં મહિલાઓને સુરક્ષાની સલાહ આપવાના નામે લગાવવામાં આવેલા પોસ્ટરોથી ભારે વિવાદ ઉભો થઈ ગયો છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે, 'એ રંગલી રાતની પાર્ટીમાં જવાનું નહીં.. રેપ-ગેંગરેપ થઈ શકે છે.’ અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, ‘એ.. રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં રેપ-ગેંગરેપ થઈ જાય તો.. આ પ્રકારની ભાષા માટે પોલીસ અને સામાજિક સંગઠનોની આકરી ટીકા થઈ રહી છે. જોકે, આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક આ પોસ્ટરો હટાવી લીધા. સાથે જ પોલીસે એ પણ સ્વીકાર્યું કે પોસ્ટરોમાં વપરાયેલી ભાષા અસ્વીકાર્ય છે.


સોશિયલ મીડિયા પર પોસ્ટરોને લઈને વિવાદ

સોશિયલ મીડિયા પર પોસ્ટરોને લઈને વિવાદ

પોસ્ટર્સ પર ‘રંગલા-રંગલીવાળા સંદેશને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ ગયો. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ પોસ્ટરો 'સતર્કતા' નામની સંસ્થા દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા.DC (ટ્રાફિક વેસ્ટ) નીતા દેસાઈ અને ACP (ટ્રાફિક એડમિન) શૈલેષ મોદીએ જણાવ્યું હતું કે પોલીસને પોસ્ટરોની સંપૂર્ણ સામગ્રીની જાણ નહોતી અને વિવાદ વધતા જ તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા.

(તસવીર- નીતા દેસાઇ)


પોલીસે સફાઈ આપવાનો પ્રયાસ કર્યો

પોલીસે સફાઈ આપવાનો પ્રયાસ કર્યો

આ દરમિયાન, પોલીસે આ વિવાદને ટાળવાનો પ્રયાસ કર્યો છે. ACP (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ કહ્યું, 'અમે ક્યારેય આવી ભાષાને મંજૂરી આપી નથી.' આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરો દુઃખી છે. ઘાટલોડિયાની એક મહિલા રહેવાસી ભૂમિ પટેલે કહ્યું કે, 'આવા સંદેશાઓ મહિલાઓને દોષી ઠેરવે છે, જ્યારે ખરી જવાબદારી સિસ્ટમની હોય છે.' બોડકદેવના ફિટનેસ ટ્રેનરે તેને 'નૈતિક પોલીસિંગ' ગણાવતા કહ્યું કે આ પોસ્ટરો મહિલાઓની સુરક્ષાની મજાક ઉડાવે છે.

મહિલાઓની સુરક્ષા અંગે સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવે છે. પોલીસ પ્રશાસન તેમાં બિન-સરકારી સંગઠનોની પણ મદદ લે છે. અમદાવાદમાં આ પોસ્ટર ઝુંબેશમાં NGO પણ સામેલ હતી, પરંતુ મહિલાઓની સુરક્ષા માટે જે રીતે શબ્દો પસંદ કરવામાં આવ્યા તેનાથી હોબાળો મચી ગયો. મહિલાઓએ ખાસ કરીને નારાજગી વ્યક્ત કરી છે. નેહરુ નગરની એક મહિલા રહેવાસીએ કહ્યું કે, 'આ પોસ્ટરોમાં એ માનસિકતા ઉજાગર થાય છે જે પીડિતાને દોષ આપે છે અને સુરક્ષામાં ખામીઓ માટે જવાબદાર સંસ્થાઓને બચાવી લે છે..' આ વિવાદે ફરી એકવાર મહિલાઓની સુરક્ષાના નામે આપવામાં આવતી 'સલાહ'ની પદ્ધતિ અને તેની પાછળની વિચારસરણીને કઠેડામાં મૂકી દીધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top