કોંગ્રેસનો 'વોટ ચોરી' મામલો ગુજરાત પહોંચ્યો, ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી આપ્યા પુરાવ

કોંગ્રેસનો 'વોટ ચોરી' મામલો ગુજરાત પહોંચ્યો, ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી આપ્યા પુરાવાઓ! જાણો આક્ષેપો

08/30/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસનો 'વોટ ચોરી' મામલો ગુજરાત પહોંચ્યો, ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી આપ્યા પુરાવ

વોટચોરીના મામલે દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે તેની અસરો ગુજરાતના રાજકારણમાં પણ દેખાય રહી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા ભાજપ પર 'વોટ ચોરી' નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આક્ષેપો કર્યા છે.


ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો

ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં રાહુલ ગાંધીના વોટ ચોરીના ખુલાસાનો ઉલ્લેખ કર્યો હતો અને મતદારોની ચકાસણી કરવી જરૂરી છે તેવું જણાવ્યું. ત્યારબાદ પત્રકારોને વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચોર્યાસી વિસ્તારની વિધાનસભામાં કુલ 6,09,592 મતદારો છે. તેમાંથી 40% એટલે કે 2,40,000થી વધુ મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન 30,000થી વધુ ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા છે. જો આખી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 75,000થી વધુ બનાવટી મતદારો મળી શકવાની સંભાવના છે. અને વળી ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી આ 'વોટ ચોરી' પકડાઈ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વોટ ચોરીના કારણે ચોર્યાસી વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ જોવા મળ્યા છે. ત્યારે કોંગ્રેસ મુજબ આ વોટ ચોરી પાંચ અલગ રીતે કરવામાં આવી રહી છે, જેના પુરાવા પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.ચોર્યાસી વિધાનસભાના આંકડાઓના આધારે કોંગ્રેસે અનુમાન લગાવ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને 'લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર' ગણાવ્યું છે. 'ચોકીદાર ચોર છે' તે આના પરથી સાબિત થતું હોવાનો દાવો કર્યો છે.


વોટર અધિકારી જનસભા યોજશે

વોટર અધિકારી જનસભા યોજશે

કોંગ્રેસ દ્વારા આ મુદ્દે રવિવારે કલેક્ટર ઓફિસ સામે 'વોટર અધિકારી જનસભા" યોજવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને 'વોટ ચોરને ખુલ્લા પાડવામાં આવશે'. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, આ લડાઈ કોઈ પક્ષ કે ચૂંટણીની હાર-જીતની નથી, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારોને બચાવવા માટેની છે. કોંગ્રેસે ચૂંટણી પંચને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને એફિડેવિટની માંગને મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયાસ ગણાવ્યા છે. આ મુદ્દે આગામી સમયમાં તેઓ ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top