શ્રીસંત અને હરભજનનો થપ્પડકાંડનો વીડિયો જાહેર કરવા પર લલિત મોદી અને ક્લાર્ક પર ફૂટ્યો પૂર્વ ક્રિ

શ્રીસંત અને હરભજનનો થપ્પડકાંડનો વીડિયો જાહેર કરવા પર લલિત મોદી અને ક્લાર્ક પર ફૂટ્યો પૂર્વ ક્રિકેટરની પત્નીનો ગુસ્સો

08/30/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

શ્રીસંત અને હરભજનનો થપ્પડકાંડનો વીડિયો જાહેર કરવા પર લલિત મોદી અને ક્લાર્ક પર ફૂટ્યો પૂર્વ ક્રિ

શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચેના IPL થપ્પડકાંડ વિવાદને 17 વર્ષ વીતી ગયા છે. હવે બંને ખેલાડીઓ પોતાની જૂની ફરિયાદો ભૂલીને આગળ વધી ચૂક્યા છે, પરંતુ આ દરમિયાન લલિત મોદી અને માઈકલ ક્લાર્કે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. લલિત મોદીએ IPL ઘટનાને યાદ કરતો એક વીડિયો જાહેર કરી દીધો છે, જેને અત્યાર સુધી સાર્વજનિક કરવામાં આવ્યો નહોતો.

હરભજન દ્વારા શ્રીસંતને થપ્પડ મારવાનો વીડિયો જોઈને શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ભુવનેશ્વરીએ લલિત મોદી અને માઈકલ ક્લાર્ક બાબતે ખૂબ ખરું-ખોટું સંભળાવી દીધું છે. શ્રીસંતની પત્નીએ લલિત મોદી અને ક્લાર્ક પર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે વીડિયો જાહેર કરવાનો આરોપ લગાવ્યો છે.


શ્રીસંતની પત્નીએ શું કહ્યું?

શ્રીસંતની પત્નીએ શું કહ્યું?

શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ‘લલિત મોદી અને માઈકલ ક્લાર્ક, તમને શરમ આવવી જોઈએ. તમે લોકો માણસ જ નથી. માત્ર પોતાની સસ્તી લોકપ્રિયતા અને વ્યૂ માટે 2008નો મુદ્દો ઉઠાવી રહ્યા છો. શ્રીસંત અને હરભજન બંને ઘણા સમય પહેલા જ આગળ વધી ચૂક્યા છે, તેઓ હવે શાળાએ જતા બાળકોના પિતા છે, છતા તમે તેમને જૂના ઘામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છો. ખૂબ જ ઘૃણાસ્પદ, નિર્દયી અને અમાનવીય.’

ભુવનેશ્વરીએ લખ્યું કે, 'શ્રીસંતે દરેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ પોતાની ગરિમા સાથે પોતાનું જીવન ફરી શરૂ કર્યું. તેની પત્ની અને તેના બાળકોની માતા હોવાને કારણે, 18 વર્ષ બાદ ફરીથી આ પરિસ્થિતિ જોવી અમારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. પરિવારને દાયકાઓ પહેલા દફન થઈ ગયેલા આઘાતને ફરીથી જીવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે. માત્ર એટલા માટે કે તમે લોકોની નજરમાં આવી શકો. તેનાથી માત્ર ખેલાડીઓને જ ઠેસ પહોંચતી નથી પરંતુ તેમના માસૂમ બાળકોને પણ જખમી કરી દે છે, જેઓ હવે કોઈપણ ભૂલ વિના સાવલો અને શરમનો સામનો કરી રહ્યા છે. આટલું સસ્તું અને અમાનવીય કૃત્ય કરવા બદલ તમારી સામે કાર્યવાહી થવી જોઈએ. શ્રીસંથ એક મજબૂત અને ચારિત્ર્યવાન વ્યક્તિ છે, અને કોઈ પણ વીડિયો તેની ગરિમા છીનવી નહીં શકે. પોતાના ફાયદા માટે પરિવારો અને માસૂમ બાળકોને દુઃખ પહોંચાડે તે પહેલાં ભગવાનથી ડરો.’ શ્રીસંતે તાજેતરમાં પદમજીત સેહરાવત સાથે પોડકાસ્ટ પર વાત કરતા ખુલાસો કર્યો કે તેની પુત્રીએ એક હરભજનને નમસ્તે કહેવાનો પણ ઇનકાર કરી દીધો હતો, જ્યારે તેઓ ઘણા વર્ષ બાદ મળ્યા હતા.


લલિત મોદીએ પોડકાસ્ટમાં શું કહ્યું?

લલિત મોદીએ પોડકાસ્ટમાં શું કહ્યું?

લલિત મોદીએ માઈકલ ક્લાર્કના બિયોન્ડ 23 ક્રિકેટ પોડકાસ્ટમાં કહ્યું કે, ‘ભજ્જી મારો ખૂબ જ સારો મિત્ર છે. હું તેને પ્રેમ કરું છું. આ ઘટના મેદાન પર થઈ હતી અને હું ત્યાં જ હતો. આ ભજ્જી અને શ્રીસંત હતા. રમત પૂરી થઈ ગઈ હતી અને કેમેરા બંધ હતા. માત્ર મારો એક સુરક્ષા કેમેરા એક ચાલુ હતો. મેચ સમાપ્ત થતાં જ ખેલાડીઓ એકબીજાને હાઇ-ફાઇવ કરી રહ્યા હતા અને હાથ મળાવી રહ્યા હતા. જ્યારે શ્રીસંત અને ભજ્જીનો વારો આવ્યો, ત્યારે હરભજન સિંહે તેને આમ આવવા કહ્યું અને તેને બેકહેન્ડર આપ્યું. તેમણે હરભજન પર 11 મેચનો પ્રતિબંધ લગાવીને એક ઉદાહરણ બેસાડ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top