ગુજરાતમાં હાલ પક્ષપલટાની મોસમ પુરજોશમાં, ભાજપના આ જાણીતા નેતાના આપમાં જોડાવાના એંધાણ, જાણો હકીક

ગુજરાતમાં હાલ પક્ષપલટાની મોસમ પુરજોશમાં, ભાજપના આ જાણીતા નેતાના આપમાં જોડાવાના એંધાણ, જાણો હકીકત

08/30/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં હાલ પક્ષપલટાની મોસમ પુરજોશમાં, ભાજપના આ જાણીતા નેતાના આપમાં જોડાવાના એંધાણ, જાણો હકીક

ગુજરાતમાં જુનાગઢના રાજકારણમાં મોટા ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે. માણવાવદરમાં ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાના ટેકેદાર જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા છે. ગત રોજ માણાવદર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. માણાવદરમાં યોજાયેલ 'ગુજરાત જોડો'ના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ 'વિસાવદર વાળી'ના સંકેતો આપ્યા હતા. આ બંને નેતાઓ એક સમયે ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા નેતા જવાહર ચાવડાના ટેકેદાર હતા. 


નવા રાજકીય વિકલ્પની શોધ

નવા રાજકીય વિકલ્પની શોધ

આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં માણાવદરમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ અને ઉર્જા સાથે જોડાયા છે. માણાવદર પંથકના કદાવર આગેવાન અને સામાજિક નેતા જીવાભાઈ મારડિયા અને તેમની ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે, જેનું પાર્ટી સ્વાગત કરે છે. છેલ્લા 30 વર્ષથી ભાજપે ગુજરાતના ગામડા, ખેડૂતો અને યુવાનોનું નુકસાન કર્યું છે. જનતા હવે એક નવા રાજકીય વિકલ્પની શોધમાં હતી, જેમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે.

એક તરફ જવાહર ચાવડા ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા છે. તો બીજી તરફ, ગોપાલ ઈટાલિયાએ વિસાવદરની જીત પર જવાહર ચાવડાની જય બોલાવીને એક કાંકરે બે પક્ષી માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીવા મરડિયાના પુત્રવધુ હાલ જિલ્લા પંચાયતના સક્રિય સભ્ય છે. આમ, એક જ પરિવારમાંથી પુત્રવધુ ભાજપમાં અને સસરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.


ગુજરાતમાં હાલ પક્ષપલટાની મોસમ

ગુજરાતમાં હાલ પક્ષપલટાની મોસમ

તેમના ટેકેદાર પોતાના સમર્થકો સાથે આપમાં જોડાતા હવે જવાહર ચાવડાના આપમાં જોડાવાના સંકેત તરફ ઈશારો કરી રહ્યું છે. ત્યારે હવે માણાવદરના રાજકારણમાં જલ્દી જ નવાજૂની થાય તો નવાઈ ન કહેવાય. એમ પણ હાલ પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. આવામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ગુજરાત જોડો અભિયાન વેગવંતુ બનાવ્યું છે. જેમાં રોજ અનેક લોકો જોડાઈ રહ્ય છે. ત્યારે હવે આ મોસમમા જવાહર ચાવડા ક્યાંક સામા પ્રવાહે વહીને જતા રહે તો નવાઈ ન કહેવાય. એમ પણ તેઓ હાલ ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી ખુલીને બતાવી રહ્યાં છે.

ગુજરાતમાં ગોપાલ ઈટાલિયાની જીતથી આમ આદમી પાર્ટી સજીવન થઈ છે. હાલમાં જ આણંદમાં કોંગ્રેસના 150 થી વધુ કાર્યકર્તાઓ અમિત ચાવડાની નારાજગીને કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઈટાલિયાની સક્રિયતાને કારણે આમ આદમી પાર્ટી જલ્દી જ કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરી શકે તેવી સક્ષમ બનશે કે કેમ એ તો સમય જ બતાવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top