બ્રિટનના સાંસદનો પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ વિશે ચોંકાવનારો ખુલાસો! કહ્યું - બ્રિટનની લાખો યુ

બ્રિટનના સાંસદનો પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ વિશે ચોંકાવનારો ખુલાસો! કહ્યું - બ્રિટનની લાખો યુવતીઓની જિંદગી બરબાદ ...!? જાણો

08/30/2025 World

SidhiKhabar

SidhiKhabar

બ્રિટનના સાંસદનો પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ વિશે ચોંકાવનારો ખુલાસો! કહ્યું - બ્રિટનની લાખો યુ

બ્રિટનના સાંસદ દ્વારા ત્યાંના પાકિસ્તાની નાગરિકો મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બ્રિટનના અપક્ષ સાંસદ રૂપર્ટ લોવ એ તપાસ કર્યા બાદ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, બ્રિટનના ૮૫ વિસ્તારોમાં એક પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ સક્રિય છે, જેઓ નિર્દોષ છોકરીઓને પોતાની જાળમાં ફસાવી શિકાર બનાવી રહ્યા છે. આ દુષ્કર્મીઓની ગેંગમાં મુખ્યરૂપે પાકિસ્તાની પુરુષ સામેલ છે અને તેઓ પાછલા ઘણાં વર્ષોથી આવા ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપી રહ્યા છે.


વર્ષોથી અપરાધ કરી રહેલ પાકિસ્તાની પુરુષોની આ ગેંગ

વર્ષોથી અપરાધ કરી રહેલ પાકિસ્તાની પુરુષોની આ ગેંગ

રૂપર્ટ લોવએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલ ‘ગેંગ-આધારિત બાળ જાતીય શોષણ’ રિપોર્ટમાં કહ્યું  છે કે, ‘અમે આ ગેંગના ડરામણા કર્યો વિશે જેટલું જાણતા હતા, તેનાથી પણ વધુ તેઓ ભયાનક છે.’ તેમણે બ્રિટનના અધિકારીઓ દુષ્કર્મી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે લખયું છે કે, ‘આ રિપોર્ટ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કરે છે. વર્ષોથી અપરાધ કરી રહેલ પાકિસ્તાની પુરુષોની આવી કૃત્ય કરવાની પેટર્ન ઓળખવામાં સરકારી સંસ્થાઓ નિષ્ફળ ગઈ છે, જે તેની ઘોર બેદરકારી ઉજાગર કરે છે.’

ગેંગનો પર્દાફાશ કરનાર તપાસ ટીમે વધુમાં જણાવ્યું હતું કે, અમે અસંખ્ય પીડિતો, સંબંધીઓ અને બાતમીદારોની જુબાનીઓ તેમજ અધિકાર હેઠળ મળેલી હજારો અરજીના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. અનેક પીડિતોએ તપાસ ટીમને જણાવ્યું હતું કે, કેટલાક પીડિતોને નાનપણથી જ લલચાવીને જાળમાં ફસાવી, માદક દ્રવ્ય આપી અને દુષ્કર્મ કરવામાં આવતું હતું, તો કેટલાકને તસ્કરી કરાયા બાદ ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી હતી.



કેટલીક ગેંગો 1960થી બ્રિટનમાં સક્રિય

કેટલીક ગેંગો 1960થી બ્રિટનમાં સક્રિય

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની દુષ્કર્મી ગેંગોએ બ્રિટનની લાખો યુવતીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. અને સરકાર તપાસ કરવામાં આનાકાની કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે સરકારનું સમર્થન મેળવ્યા બાદ જૂનમાં પાકિસ્તાન દુષ્કર્મીગેંગ વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે સાંસદ રૂપર્ટે પહેલેથી જ તપાસ શરુ કરાવી દીધી હતી. રિપોર્ટ મુજબ, આ ગેંગમાંથી કેટલીક ગેંગો 1960થી બ્રિટનમાં સક્રિય છે. આવા પાકિસ્તાનીઓને બળજબરીથી ડિપોર્ટ કરવાનું પણ રિપોર્ટમાં સૂચન અપાયું છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top