Trump Tariff: ટ્રમ્પના ટેરિફનું નીકળી ગયું સૂરસૂરિયું! ભારત સહિત બધા દેશો પર ટેરિફ લગાવવાની તારીખ લંબાવાઇ
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી દેશો પર ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આ બોમ્બનું સૂરસૂરિયું પણ નીકળી જાય છે અને આ ટેરિફ માટે તારીખ લંબાવી દે છે. તેને જોતા એવું લાગે છે કે ટેરિફ તો માત્ર ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી છે બીજું કંઈ નહીં. ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનું સૂરસૂરિયું નીકળી ગયું છે. બુધવારે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે 1 ઓગસ્ટ એટલે કે આજથી અમલમાં આવવાની હતી. પરંતુ હવે તેને એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશોમાં આ ટેરિફ હવે 7 દિવસ બાદ ભારત પર લાદવામાં આવશે, જે 7 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે.
બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરીને વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે વેપાર અવરોધોને દૂર કરવા માટે આ ટેરિફ લાદવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલ અને સંરક્ષણ ઉત્પાદનો ખરીદવાને કારણે દંડની લગાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેના પર ભારતે કોઈ જવાબી કાર્યવાહી વિના સીધા શબ્દોમાં કહ્યું હતું કે, દેશહિતમાં દરેક સંભાવિત કાર્યવાહી કરવામાં આવશે. તો સરકારી અધિકારીએ કહ્યું હતું કે, ભારત નેગોસિએશન ટેબલ પર અમેરિકના ટેરિફને જવાબ આપશે.
ભારત પર દબાણ વધારવા માટે અમેરિકા ટેરિફ લગાવી રહ્યું છે. તે ઈચ્છે છે કે ભારત વહેલી તકે પોતાના કૃષિ અને ડેરી ઉત્પાદ સેક્ટર્સમાં સમજૂતી કરીને ડીલ કરી લે, પરંતુ ભારતનું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં તે પોતાના કૃષિ અને ડેરી સેકટર્સને અમેરિકા માટે નહીં ખોલી શકે. અમેરિકા ભારત પાસે પોતાના કૃષિ અને ડેરી ઉત્પાદનો, ખાસ કરીને (નોન-વેજ દૂધ) અને જેનેટિકલી મોડીફાઇડ (GM) પાક માટે બજાર ખોલવા અને તેમના પર ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. જેના કારણે અત્યારે ટ્રેડ ડીલ થઈ શકી નથી. અમેરિકા ઇચ્છે છે કે ભારત આ ક્ષેત્રોમાં 100% સુધી ટેરિફ દૂર કરે અથવા ઘટાડે. ભારત આ માટે બિલકુલ સહમત નથી. કારણ કે ભારતનો એક મોટો વર્ગ તેનાથી પ્રભાવિત થશે. ખાસ કરીને નાના ખેડૂતોને પ્રભાવિત કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp