Helicopter Crash: આ દેશનું સરકારી હેલિકોપ્ટર થયું દુર્ઘટનાનું શિકાર, રક્ષા અને પર્યાવરણ મંત્રી

Helicopter Crash: આ દેશનું સરકારી હેલિકોપ્ટર થયું દુર્ઘટનાનું શિકાર, રક્ષા અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના મોત

08/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

Helicopter Crash: આ દેશનું સરકારી હેલિકોપ્ટર થયું દુર્ઘટનાનું શિકાર, રક્ષા અને પર્યાવરણ મંત્રી

Helicopter crash in Ghana: ઘાનામાં એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી સામે આવી છે. ઘાના સરકારનું કહેવું છે કે, આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના રક્ષા અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના મોત થઇ ગયા છે. સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર બુધવારે સવારે રાજધાની અકરાથી ઓબુઆસી વિસ્તારમાં ઉડાણ ભરી હતી, પરંતુ તેનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.


હેલિકોપ્ટર અકરાથી ઓબુઆસી જઈ રહ્યું હતું

હેલિકોપ્ટર અકરાથી ઓબુઆસી જઈ રહ્યું હતું

ઘાનાની સેનાના જણાવ્યા અનુસાર, આ હેલિકોપ્ટર બુધવારે સવારે રાજધાની અકરાથી અશાંતિ ક્ષેત્રના ઓબુઆસી શહેર તરફ રવાના થયું હતું, જે સોનાની ખાણો માટે પ્રખ્યાત છે. ઉડાણ ભર્યાના થોડા સમય બાદ જ, હેલિકોપ્ટર રડાર પરથી ગાયબ થઈ ગયું. અકસ્માતના કારણોની તાત્કાલિક પુષ્ટિ થઈ શકી નથી.

માર્યા ગયેલા લોકોમાં રક્ષા મંત્રી એડવર્ડ ઓમાને બોમાહ, પર્યાવરણ મંત્રી ઇબ્રાહિમ મુર્તલા મુહમ્મદ, નેશનલ ડેમોક્રેટિક કોંગ્રેસ (શાસક પક્ષ)ના ઉપપ્રમુખ, એક મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્ય મીડિયા અનુસાર, આ Z-9 હેલિકોપ્ટર એક યુટિલિટી હેલિકોપ્ટર હતું, જેનો ઉપયોગ સામાન્ય રીતે અવરજવર અને તબીબી કટોકટી સેવાઓ માટે કરવામાં આવે છે.


ઘાના સરકારે રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી

ઘાના સરકારે રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી

ઘાનાની સરકારે આ અકસ્માતને "રાષ્ટ્રીય દુર્ઘટના" ગણાવ્યો છે. બુધવારના આ અકસ્માતને છેલ્લા દાયકામાં ઘાનાના સૌથી ખરાબ હવાઈ અકસ્માતોમાંથી એક માનવામાં આવે છે. મે 2014ની શરૂઆતમાં એક સર્વિસ હેલિકોપ્ટર દરિયા કિનારે ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા હતા. 2021માં અકરામાં એક કાર્ગો વિમાન રનવે પરથી ઉતરી ગયું અને એક પેસેન્જર બસ સાથે અથડાયું હતું, જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top