આગામી ચંદ્રગ્રહણે ભારતમાં દેખાશે 'બ્લડમુન'નો અદભુત નજરો, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ નયનરમ્ય નજરો?
ભારતમાં આગામી ૭ સપ્ટેમ્બરના રોજ થઈ રહેલ ચંદ્રગ્રહણ સૌથી વિશેષ અને વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણની ખાસિયત એ છે કે, ચંદ્ર એકદમ અલગ રંગનો જોવા મળશે અને એ પણ કોઈ પણ સાધન વગર એટલે કે નરી આંખે જોઈ શકાશે. આ ઘટનામાં ચંદ્ર લાલ કલરનો જોવા મળશે તેથી તેને લાલ ચંદ્રગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. આ એક આકાશમાં થતી નારી આંખે જોઈ શકાતી ખગોળીય ઘટના છે. અને એને જોવાનો નજારો ખૂબ જ અદ્ભુત હશે.
સામાન્ય રીતે સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સંપૂર્ણ રીતે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે. એના કારણે ચંદ્ર પર અંધારો પડછાયો પડે છે, જેને ઉંબ્રા કહેવામાં આવે છે. સૂર્યગ્રહણને જોવા માટે આંખને નુકસાન ન થાય એ માટે પ્રોટેક્શનની જરૂર પડે છે, પરંતુ ચંદ્રગ્રહણમાં એવી કોઈ જરૂર નથી પડતી. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જ્યારે એક રેખામાં આવતાં હોય ત્યારે ચંદ્ર અંધકારમાં નથી જતી રહેતો, પરંતુ તે રેલે સ્કેટરિંગ તરીકે ઓળખાતી ઘટનાને કારણે લાલ, કોપર અથવા તો ઓરેંજ કલરમાં ચમકતો જોવા મળે છે.
સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આથી સ્વાભાવિક છે કે, સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે પૃથ્વી પર પડે. સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી પર પડે છે, ત્યારે તે પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થાય છે. આ પ્રકાશ હવામાં રહેલા નાના કણો સાથે અથડાય છે. આ અથડામણમાં પ્રકાશ બે ભાગમાં વહેંચાય છે. નાની તરંગવાળો પ્રકાશ જે વાદળી અથવા તો જાંબલી રંગનો હોય એ પૃથ્વી પર રહે છે અને એને કારણે વાદળનો કલર એ દેખાય છે. મોટી તરંગવાળો પ્રકાશ લાલ અને ઓરેંજ હોય છે. આ પ્રકાશ ઓછો હોય છે, પરંતુ એ દૂર સુધી જાય છે. આ લાલ અથવા તો ઓરેંજ કલર ચંદ્ર પર પડવાથી ચંદ્રનો કલર એ રંગનો દેખાય છે. આ પ્રોસેસને રેલે સ્કેટરિંગ કહેવાય છે અને આ કારણસર ચંદ્રનો કલર બદલાતો જોવા મળે છે. સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે આકાશનો કલર જે બદલાતો હોય છે એ આજ પ્રોસેસને કારણે બદલાય છે.
ચંદ્રગ્રહણની શરુઆતથી લઈને અંત સુધીનો સમય અંદાજે 82 મિનિટનો છે. છેલ્લા થોડા વર્ષમાં આ સૌથી લાંબું ગ્રહણમાંનું એક છે. આ ગ્રહણ જોવા માટે કોઈ પ્રોટેક્શન ગિયરનો ઉપયોગ કરવાની જરૂર નથી. એને નરી આંખે જોઈ શકાય છે. જોકે વધુ સારું અને અદ્ભુત નજારો માટે દૂરબીન અથવા તો ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકાય છે. ફોટોગ્રાફીના શોખીન માટે ખાસ વાત કે તેમણે ટ્રાયપોડનો ઉપયોગ કરવો અને લોંગ એક્સપોઝર સેટિંગ્સ રાખવી જેનાથી લાલ કલર વધુ સારી રીતે કેપ્ચર કરી શકાય. આ ગ્રહણ જોવા માટેનો શ્રેષ્ઠ સમય 11 વાગ્યાથી લઈને 12:22 સુધીનો છે. આ બ્લડ મૂન ઇફેક્ટનો સમય છે એમાં ચંદ્ર લાલ જોવા મળશે.
આ ગ્રહણ ભારતભરમાં જોવા મળશે જેમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને અમદાવાદ જેવા મેટ્રોનો પણ સમાવેશ થાય છે. જોકે આ ગ્રહણ જોવા મળશે કે નહીં એનો આધાર હવામાન પર છે. પોલ્યુશનને કારણે પણ આ ગ્રહણ જોવા ન મળે એવું બની શકે. તેમ જ વાદળ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ગામડાંઓ અને હિલ સ્ટેશન પરથી આ ગ્રહણ ખૂબ જ સાફ જોવા મળે એવા ચાન્સ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp