ગુજરાતીઓ કડકડતી ઠંડી વચ્ચે છત્રી તૈયાર રાખજો! અંબાલાલ કાકાએ ડિસેમ્બરમાં માવઠાની કરી આગાહી
ગુજરાતમાં અત્યારે બરાબરનો શિયાળો બેસી ગયો રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઇ રહી છે, આ દરમિયાન અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે આગામી 17-24 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠુ થઇ શકે છે. ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 17 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18- 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન સર્જાશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શેક છે. ખાસ કરીને જીરા જેવા પાકો, મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકોમાં માવઠાની અસર થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp