પુતિનની ભારત મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ લગાવ્યો સરકાર પર મોટો આરોપ, કહ્યું - આ પરંપરા લોકતંત્ર માટે ખતરનાક..., જાણો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લાંબા સમય બાદ પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર ભારતના પ્રવાસે આવ્યા છે. ત્યારે તે પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર એક મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, જ્યારે વિદેશી મહેમાન ભારતની મુલાકાતે આવે છે ત્યારે સરકાર પોતાની અસુરક્ષાના કારણે મહેમાનોને વિપક્ષના નેતા સાથે નથી મળવા દેતા. જે લોકતંત્ર માટે ખતરનાક પરંપરા છે.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું વધુમાં કહેવું છે કે, 'અત્યારસુધીમાં પરંપરા રહી છે કે, વિદેશથી આવતા મહેમાનો વિપક્ષના નેતા સાથે પણ મુલાકાત કરતા હતા. અટલ બિહારી વાજપેયી અને મનમોહનસિંહના સમયમાં આવા કોઈ પ્રતિબંધ નહતા, જ્યારે વિપક્ષના નેતાને પણ વિદેશી મહેમાનોને મળવાની તક મળતી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન કરી રહ્યા નથી.આ ઉપરાંત તેમણે આરોપ લાગવ્યો કે, જ્યારે તેઓ પોતે વિદેશ પ્રવાસ પર જાય છે, તો ત્યારે પણ સરકાર તેમને રોકે છે જે તેમની 'અસુરક્ષા'ની ભાવના દર્શાવે છે. વિપક્ષી નેતા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ બેઠકો વિદેશી નેતાઓને એક અલગ દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. પરંતુ સરકાર ઇચ્છતી નથી કે, વિદેશી નેતાઓ વિપક્ષને મળે.'
રાહુલ ગાંધીના આરોપ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કડક પ્રતિક્રિયા આપી હતી.કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'આ બહુ અલગ છે. એક પ્રોટોકોલ હોય છે અને આવનાર તમામ વિદેશી નેતા વિપક્ષને મળે છે. સરકાર આ પ્રોટોકોલનો ઉલ્લંઘન કરી રહી છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈ પોતાનો અવાજ ઉઠાવે અને તેઓ કોઈને સલાહ સાંભળવા માંગતા નથી. લોકતંત્રમાં બધાને પોતાના અભિપ્રાયો આપવાનો અધિકાર હોવો જોઈએ, ચર્ચા થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.'. પ્રિયંકાએ ભારપૂર્વક કહ્યું કે વિપક્ષ દેશનો હિસ્સો છે અને વિદેશી મહેમાનો જોડે તેમની મુલાકાત લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરે છે.
#WATCH दिल्ली: कांग्रेस सांसद और लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने कहा, "जो भी बाहर से आते हैं, उनकी नेता प्रतिपक्ष के साथ बैठक होती है, यह परंपरा रही है...लेकिन आजकल यह होता कि विदेशी गणमान्य व्यक्ति आते हैं या जब मैं कहीं बाहर जाता हूं तो सरकार उनको सुझाव देती है कि नेता… pic.twitter.com/Ub4mJ6OIGa — ANI_HindiNews (@AHindinews) December 4, 2025
#WATCH दिल्ली: कांग्रेस सांसद और लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने कहा, "जो भी बाहर से आते हैं, उनकी नेता प्रतिपक्ष के साथ बैठक होती है, यह परंपरा रही है...लेकिन आजकल यह होता कि विदेशी गणमान्य व्यक्ति आते हैं या जब मैं कहीं बाहर जाता हूं तो सरकार उनको सुझाव देती है कि नेता… pic.twitter.com/Ub4mJ6OIGa
ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના આરોપો ફગાવી દીધા હતા. તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે, આવી કોઈ વાત નથી. જો વિપક્ષના નેતા કોઈ વિદેશી નેતાને મળવા માંગતા હોય તો એપોઈન્ટમેન્ટ લઈને મળી શકે છે. આઠવલેએ તેને રાજકીય સ્ટંટ ગણાવતા કહ્યું હતું કે, કોઈને રોકવામાં આવતાં નથી, માત્ર પ્રોટોકોલનું પાલન થાય છે.
ઉલ્લેખનીય છે કે, પુતિનનો 2022ના યુક્રેન સંઘર્ષ બાદ પહેલો ભારત પ્રવાસ છે. તેમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક, રક્ષા ડીલ, ઓઈલ વેપાર, અને શ્રમિક ગતિશિલતા કરાર પર ફોકસ રહેશે. ભારત-રશિયા વેપાર 2025માં 68 અબજ ડોલર સુધી પહોંચી ચૂક્યો છે. મુખ્યત્વે તો રશિયન ઓઈલ આયાતથી. ત્યારે આ મહત્વની બેઠકમાં સુરક્ષા સંબંધોને મજબૂત કરવા, ભારત-રશિયા વ્યાપારને બહારના દબાણથી સુરક્ષિત રાખવા અને સ્મોલ મોડ્યુલર રિએક્ટરો સાથે સહયોગ જેવા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp