સુરતમાં સામે આવ્યો શિક્ષણક્ષેત્રનો ભ્રષ્ટાચાર, શહેરની 25 જેટલી ખાનગી શાળાઓના રેકોર્ડમાં ધાંધલી, જાણો સત્ય
સુરત શહેરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણક્ષેત્રે કથિત ભ્રષ્ટાચાર ઉઘાડો પડતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. માહિતી મુજબ, શહેરની 25 જેટલી ખાનગી શાળાઓના રેકોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે આવી છે. તપાસ દરમિયાન ખુલ્યું કે, કેટલાક રેકોર્ડ બારોબાર બદલી નાખવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ભષ્ટાચાર પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દીપક દરજી અને U.N. રાઠોડની બોગસ સહીનો ઉપયોગ કારી કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ કથિત કૌભાંડમાં શાળાઓના સ્થળ, વહીવટી ફેરફાર અને નામમાં ફેરફાર માટે બોગસ ઓર્ડર બનાવવામાં આવ્યા હતા. જેમાં DEO કચેરીના ઇન્સ્પેક્ટર અને કર્મચારીઓની મિલીભગત સામે આવી છે. અને આ શંકાસ્પદ ઓર્ડર દ્વારા કેટલાક શાળા સંચાલકોને મોટો ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બે શાળાઓ સાથે સંકળાયેલા અને DEO કચેરીમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓએ પૂર્વ DEOની બોગસ સહી સાથે કેટલાક રેકોર્ડ રજૂ કર્યા હતા. અગાઉ કરાયેલી તપાસમાં પણ 80 જેટલી શાળાઓના રેકોર્ડ બોગસ પાયા પર મળ્યા હતાં, જેમાંથી 21 શાળાઓની માન્યતા રદ કરવાની DEO દ્વારા ગુજરાત બોર્ડને ભલામણ કરવામાં આવી હતી.
ત્યારે આ તરફ 25 ખાનગી શાળાઓના રેકોર્ડમાં ધાંધલી ઉઘાડી પડતા શિક્ષણ વિભાગમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે. શાળાઓને બોગસ દસ્તાવેજો દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને શાળા સંચાલકોને ન્યાયસંગત લાભ આપવામાં આવ્યો હતો. જો કે સમગ્ર મામલે પ્રકાશ પડતા હાલ તપાસ ચાલી રહી છે અને શિક્ષણ વિભાગની સત્તાવાર નોટિસની રાહ જોવાઈ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp