મહા Metro રીક્રુટમેન્ટ : જો તમારી નોકરી લાગે તો લાખો રૂપિયા પગારની તક! છેલ્લી તારીખ 14 ઓક્ટોબર

મહા Metro રીક્રુટમેન્ટ : જો તમારી નોકરી લાગે તો લાખો રૂપિયા પગારની તક! છેલ્લી તારીખ 14 ઓક્ટોબર

09/28/2021 Education

SidhiKhabar

SidhiKhabar

મહા Metro રીક્રુટમેન્ટ : જો તમારી નોકરી લાગે તો લાખો રૂપિયા પગારની તક! છેલ્લી તારીખ 14 ઓક્ટોબર

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડએ (Maharashtra Metro Rail Corporation Limited) અનેક જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવી છે. MMRCLની આ ભરતી પ્રક્રિયા દ્વારા સહાયક વ્યવસ્થાપક (Assistant Manager), વરિષ્ઠ વિભાગ ઇજનેર (Senior Section Engineer), જુનિયર ઇજનેર (Junior Engineer) અને વિભાગ ઇજનેર(Section Engineer) સહિતની ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. વિભાગ કુલ 96 જગ્યાઓની ભરતી કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નિયત ફોર્મેટ દ્વારા 14 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકે છે. Mahametro.org પર ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.


મહત્વની તારીખો:-

અરજી કરવાની શરૂઆત તારીખ - 23 સપ્ટેમ્બર 2021

અરજી કરવાની છેલ્લી તારીખ - 14 ઓક્ટોબર 2021


શૈક્ષણિક યોગ્યતા:-

તમામ પોસ્ટ માટે વિભાગ દ્વારા અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં BE, B.Tech કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારોને સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.


વય મર્યાદા:-

આસિસ્ટન્ટ મેનેજર - 35 વર્ષ

વરિષ્ઠ વિભાગ ઇજનેર - 40 વર્ષ

જુનિયર એન્જિનિયર - 40 વર્ષ

ડેપ્યુટી જનરલ મેનેજર - 45 વર્ષ

વરિષ્ઠ ડેપ્યુટી જનરલ મેનેજર - 48 વર્ષ

વધુ માહિતી માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ  પર જઈ સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.


પગાર:-

એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજર - રૂ. 1,00,000 થી 2,60,000

વરિષ્ઠ નાયબ (Senior Deputy) જનરલ મેનેજર - રૂ .80,000 થી રૂ .2,20,000.

ડેપ્યુટી જનરલ મેનેજર- રૂ .70,000 થી રૂ .2,00,000

આસિસ્ટન્ટ મેનેજર - 50,000 થી 1,60,000 રૂપિયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top