બોલીવુડની આ અભિનેત્રીએ એક સમયે અનિલ અંબાણીના લગ્નમાં પીરસ્યું હતું ભોજન, આજે દુબઈમાં આલિશાન જીવ

બોલીવુડની આ અભિનેત્રીએ એક સમયે અનિલ અંબાણીના લગ્નમાં પીરસ્યું હતું ભોજન, આજે દુબઈમાં આલિશાન જીવન! જાણો

12/24/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

બોલીવુડની આ અભિનેત્રીએ એક સમયે અનિલ અંબાણીના લગ્નમાં પીરસ્યું હતું ભોજન, આજે દુબઈમાં આલિશાન જીવ

બોલીવુડમાં હમેશાં પોતાની વિચિત્ર હરકતોને કારણે ચર્ચામાં રહેતી આ અભિનેત્રી છે રાખી સાવંત. રાખી સાવંતને ઈન્ડસ્ટ્રીમાં અઢી દાયકાથી વધુ સમય પસાર થઈ ગયો છે. રાખી સાવંતનું અસલ નામ નીરુ ભેડા  છે. ફિલ્મોમાં આવ્યા બાદ તેણે પોતાનું નામ બદલીને રાખી સાવંત રાખ્યું છે. રાખી સાવંતે પોતાની કરિયરની શરૂઆત અગ્નિચક્ર નામની ફિલ્મથી કરી હતી. ઉપરાંત તેણે અનેક હિટ ગીતો પર આઈટમ ડાન્સ કર્યો છે.


પરંતુ રાખી માટે ઈન્ડસ્ટ્રીમાં આવવાનો રસ્તો બિલકુલ સહેલો ન હતો. માહિતી મુજબ, રાખી સાવંતનું બાળપણમાં ગરીબીમાં વીત્યું હતું. રાખી સાવંતે જણાવ્યું હતું કે, મારી માતા હોસ્પિટલમાં આયા હતી અને ત્યાં કચરાપટ્ટી ઉઠાવતી હતી. અમારા ત્યાં ભોજનની પણ સમસ્યા હતી. અમે લોકો બચેલા ખાવાનું શોધી શોધીને ખાતા હતા. આર્થિક તંગીના કારણે રાખીએ ખુબ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. તેણીએ માત્ર 10 વર્ષની ઉંમરે અનિલ અંબાણી અને ટીના અંબાણીના લગ્નમાં ખાવાનું પિરસવાનું કામ કર્યું હતું. જેના માટે તેને 50 રૂપિયા મહેનતાણુ મળ્યું હતું.


રાખીને તેના ડાન્સરના શોખને કારણે ઘણીવાર પરિજનોનો માર ખાવો પડ્યો હતો. રાખીની ઉંમર ત્યારે 11 વર્ષ હતી જ્યારે એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે તેણે માતાનો માર ખાધો હતો. અને તેના વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારે રાખીએ નક્કી કરી લીધુ હતું કે, તે આગળ વધશે અને પરિવારના વિરોધ છતાં આ ફિલ્ડમાં આવશે. અગ્નિચક્રમાં ડેબ્યુ બાદ રાખીએ જોરૂ કા ગુલામ, યે રાસ્તે પ્યાર કે, જીસ દેશમેં ગંગા રહેતા હૈ, જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ 2003માં ગીત 'મોહબ્બત હૈ મિરચી'થી તેને લોકપ્રિયતા મળવાની શરૂ થઈ હતી. આ ઉપરાંત રાખી મસ્તી અને મે હૂં ના જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.


ઉપરાંત રાખી સાવંત વર્ષ 2006માં બિગ બોસની પહેલી સીઝનમાં સ્પર્ધક તરીકે આવી હતી અને તેને લોકોએ ખુબ પસંદ કરી હતી. તે રિયાલિટી શોના 14મી અને 15મી સીઝનમાં પણ જોવા મળી હતી. રાખી સાવંત ફિલ્મો અને ડાન્સ ઉપરાંત પોલિટિક્સમાં પણ ભાગ્ય અજમાવી ચૂકી છે. રાખી  સાવંતની કરિયર ભલે ઉતાર ચડાવથી ભરેલી હોય પરંતુ હવે તે દુબઈમાં આલિશાન જીવન જીવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top