શું તમે પણ કેમિકલ ટ્રીટમેન્ટ વગર વાળને સીધા અને મુલાયમ કરવા માંગો છો? તો આ રહ્યા સચોટ ઉપાયો! જા

શું તમે પણ કેમિકલ ટ્રીટમેન્ટ વગર વાળને સીધા અને મુલાયમ કરવા માંગો છો? તો આ રહ્યા સચોટ ઉપાયો! જાણો

12/24/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ કેમિકલ ટ્રીટમેન્ટ વગર વાળને સીધા અને મુલાયમ કરવા માંગો છો? તો આ રહ્યા સચોટ ઉપાયો! જા

આજના ફેશનના યુગમાં સીધા, રેશમી અને ચમકદાર વાળ સ્ત્રી અને પુરુષ બંનેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. મોટાભાગના લોકો પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચીને રિબોન્ડિંગ કે કેરાટિન જેવી કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે. આ ટ્રીટમેન્ટ તાત્કાલિક રિઝલ્ટ તો આપે છે, પરંતુ તેમાં વપરાતા કઠોર રસાયણો અને ગરમી લાંબા ગાળે વાળને નબળા, સુકા અને નિર્જીવ બનાવી દે છે. જો તમે તમારા વાળના કુદરતી સ્વાસ્થ્યને જાળવી રાખીને તેને સ્ટ્રેટ કરવા માંગતા હોવ, તો રસોડામાં હાજર વસ્તુઓ અને સાચી હેર-કેર પદ્ધતિઓ જાદુઈ અસર કરી શકે છે.


નારિયેળનું દૂધ અને લીંબુનો પ્રયોગ

નારિયેળનું દૂધ વાળ માટે શ્રેષ્ઠ કન્ડિશનર માનવામાં આવે છે. એક કપ નારિયેળના દૂધમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી તેને થોડા કલાકો માટે ફ્રીજમાં રાખો. જ્યારે તે ક્રીમ જેવું ઘટ્ટ થઈ જાય, ત્યારે તેને મૂળથી છેડા સુધી લગાવો. ૧ કલાક પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ મિશ્રણ વાળના વળાંકને ઢીલા કરવામાં અને તેને સીધા કરવામાં અત્યંત અસરકારક છે.

દૂધ અને મધનો સ્પ્રે

દૂધમાં રહેલું પ્રોટીન વાળને મજબૂતી આપે છે. અડધા કપ દૂધમાં એક ચમચી મધ મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરો. વાળ ધોવાના ૨ કલાક પહેલા આ મિશ્રણને પૂરા વાળમાં સ્પ્રે કરો. મધ ભેજને જાળવી રાખે છે, જેનાથી વાળ હવામાં ઉડતા નથી અને સીધા દેખાય છે.


એલોવેરા અને હૂંફાળું તેલ

એલોવેરામાં એવા એન્ઝાઇમ્સ હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે અને તેને મુલાયમ બનાવે છે. અડધો કપ એલોવેરા જેલમાં અડધો કપ હૂંફાળું નારિયેળ કે ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને હેર માસ્ક તરીકે લગાવો. આ વાળને કુદરતી રીતે 'વેઈટ' આપે છે, જેથી વાંકડિયા વાળ પણ બેસી જાય છે અને સીધા લાગે છે.

ચોખાનું પાણી

જો તમારા વાળ વધારે પડતા કર્લી અને ડ્રાય હોય તો વાળની સ્ટ્રેટ કરવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ એક જુનો અને અસરકારક ઉપાય છે. તેને કરવા માટે ચોખાને સારી રીતે ધોઈને તેનું પાણી કાઢી લો. ત્યાર પછી ચોખાને થોડી કલાક પાણીમાં પલાળી રાખો. ચોખા પલાળેલું પાણી સ્પ્રે બોટલમાં ભરી લેવું અને તેને વાળમાં લગાડવું. આ પાણી 20 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો અને પછી વાળ ધોઈ લેવા. આ પાણીનો નિયમિત ઉપયોગ કરવાથી ધીરે ધીરે ફાયદો દેખાય છે.


મહત્વની હેર-કેર ટિપ્સ

ગરમ પાણી વાળના કુદરતી તેલને છીનવી લે છે. હંમેશા ઠંડા અથવા સામાન્ય તાપમાનના પાણીથી વાળ ધોવા, જેથી વાળની ઉપરની સપાટી બંધ રહે અને વાળ સીધા રહે. વાળને ટુવાલથી જોરથી રગડવાને બદલે જૂના કોટન ટી-શર્ટ અથવા માઈક્રોફાઈબર ટુવાલથી હળવા હાથે દબાવીને પાણી સુકવો. ભીના વાળમાં ક્યારેય ઝીણા દાંતવાળો કાંસકો ન ફેરવો. મોટા દાંતવાળા લાકડાના કાંસકાથી વાળ ઓળવાથી વાળ તૂટતા નથી અને તેનો કુદરતી આકાર જળવાઈ રહે છે. આ સાથે કુદરતી ઉપાયો ધીમી પણ કાયમી અસર આપે છે. જો તમે અઠવાડિયામાં બે વાર આ પદ્ધતિઓ અનુસરશો, તો કેમિકલ વગર જ તમારા વાળની ગુણવત્તામાં સુધારો થશે અને તે વધુ સીધા, ભરાવદાર અને ચમકદાર બનશે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top