TAT ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો ખાસ વાંચે : નવી શરુ થઇ રહેલી શાળાઓમાં TAT પાસ કરેલ શિક્ષકોને જ લેવા આદેશ
TAT Exams: લાંબા સમયથી શિક્ષણ અને રોજગારી બાબતે ગુજરાત રાજ્ય ચર્ચાની ચકડોળે ચડતું રહ્યું છે. ખાસ કરીને પેપરલીક કાંડ પછી સરકારી તંત્રની આબરૂનું ખાસ્સું ધોવાણ થયું હતું. પરંતુ હવે સરકારી તંત્ર તરફથી ખરેખર વિદ્યાર્થી હિતના ગણાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારને TATની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે ‘સોનેરી સમાચાર’ કહીએ તો ખોટું નથી.
TATની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સર્વ શિક્ષા અભિયાન ( Sarva Shiksha Abhiyan ) હેઠળ ચાલુ વર્ષથી શરૂ થતી નવી શાળામાં TAT પાસ ઉમેદવારોને જ શિક્ષક તરીકે ભરતી આપવા આદેશ કરવામાં આવ્યો છે. TAT પાસ ઉમેદવારોને જ શિક્ષક તરીકે લેવાના આદેશ બાદ ઉમેદવારોને હવે નવી તક મળશે. અગાઉથી જે લોકોએ TATની પરીક્ષા આપી છે અને પાસ પણ થયા છે તેવા ઉમેદવારો માટે આ સોનેરી તક સમાન છે. જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ અને જ્ઞાન શક્તિ ડે શાળાને શિક્ષકોની ભરતી માટે આદેશ અપાયો છે.
આ અગાઉ ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે લેવામાં આવી હતી. તંત્ર માટે કસોટી સમાન આ પરીક્ષામાં સંભવિત અત્યાર સુધીના સૌથી વધુ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કારણ કે 17 લાખથી વધુ ફોર્મ ભરનાર ઉમેદવારો પૈકી 8.64 લાખે પરીક્ષા આપવા સંમતિ દર્શાવી હતી, પરીક્ષા માં 64000 કરતાં વધુનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. આ
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp