'OK OK' કરો તો છો પણ શું તેનો અર્થ જાણો છો? જાણો ક્યાંથી આવ્યો આ શબ્દ અને શું છે તેનો અર્થ

'OK OK' કરો તો છો પણ શું તેનો અર્થ જાણો છો? જાણો ક્યાંથી આવ્યો આ શબ્દ અને શું છે તેનો અર્થ

03/21/2021 Education

SidhiKhabar

SidhiKhabar

'OK OK' કરો તો છો પણ શું તેનો અર્થ જાણો છો? જાણો ક્યાંથી આવ્યો આ શબ્દ અને શું છે તેનો અર્થ

એજ્યુકેશન ડેસ્ક: ઘણીવાર લોકો OK કહીને જવાબ આપે છે. ઓફિસમાં તમારા મિત્રો હોય, તમારા સાહેબ હોય કે બીજું કોઈ, આ બે અક્ષરોનો શબ્દ આપણે કોઈની સાથે કોઈ પણ ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. પછી ભલે આપણે કોઈની સાથે સહમત હોઇએ કે અસંમત હોય. જ્યારે તમારે સારી રીતે બોલવું પડે અથવા કોઈ વાત પર સંમત થવું હોય, તો પછી તમે OK કહો છઓ. આ બે અક્ષરો સંપૂર્ણ વાક્યની જેમ કાર્ય કરે છે અને એક સામાન્ય બોલચાલની શબ્દ બની ગયા છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે આપણામાંના મોટાભાગના લોકો OKનું ફુલ ફોર્મ શું છે તે જાણતા નથી. આજે અમે તમને જણાવીશું કે તેનું ફુલ ફોર્મ શું થાય છે.

ok એ અંગ્રેજી ભાષાનો સૌથી સામાન્ય શબ્દ છે. સ્વીકૃતિ, કરાર, મંજૂરી જેવી ઘણી બાબતોમાં તેનો ઉપયોગ થાય છે. OK નો સાચો અર્થ 'ઓલ્લા કલ્લા' થાય છે જે એક ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ઓલ કરેક્ટ. OK શબ્દનો જન્મ 182 વર્ષો પહેલા થયો હતો. તેની શરૂઆત અમેરિકન પત્રકાર ચાર્લ્સ ગોર્ડન ગ્રીનની ઓફિસથી થઈ હતી. વર્ષ 1839 માં, લેખક જાણી જોઈને શબ્દોને બદલતા અને રમતિયાળ એબ્સ્ટ્રેક્શન્સનો ઉપયોગ કરતા. જેમ આપણે આજે LOLZ, OMG, અથવા NBD બોલીએ છીએ. ઠીક એ રીતે Oll Korrect માટે OKનો સંક્ષેપ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. વ્યાકરણ પર આ એક વ્યંગ્ય લેખ હતો અને વર્ષ 1839માં બોસ્ટન મોર્નિંગ પોસ્ટમાં છાપવામાં આવ્યો હતો. આ ટ્રેન્ડ પછીથી OW જેવા શબ્દોનો ઉપયોગ પણ કરાતો હતો. તેનો અર્થ "ઓલ રાઈટ" એમ થતો હતો.

ત્યારબાદ OKનો ઉપયોગ ચૂંટણીના નારા તરીકે કરવામાં આવ્યો. વર્ષ 1840માં, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ માર્ટિન વેન બ્યુરેનના ફરીથી ચૂંટણી અભિયાનમાં OK શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યો. ખરેખર, ન્યુયોર્કના કિન્ડરહુકમાં જન્મેલા વેન બ્યુરેન જેમનું ઉપનામ Old Kinderhook હતું. તેમના સમર્થકો ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીઓમાં "OK" નો ઉપયોગ કરતા હતા અને દેશભરમાં OK કલબ બનાવતા હતા.

હફપોસ્ટના એક અહેવાલ મુજબ, પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે OK ચોકટાવ નામના મૂળ અમેરિકન ભારતીય જનજાતિમાંથી આવ્યો છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે આફ્રિકાની વોલોફ ભાષામાંથી ઉતરી આવ્યો હતો.  OK  વિશે ઘણી જુદી જુદી દલીલો છે. હંમેશા તેના મૂળ અંગે વિવાદ રહ્યો છે. આ અહેવાલમાં સ્મિથસોનીયન મેગેઝિનના એક લેખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં OK વિશે માહિતી આપવામાં આવી છે.

સ્મિથસોનિયન મેગેઝિનના લેખ મુજબ, OK શબ્દનો ઉદ્ભવ 19 મી સદીની શરૂઆતમાં થયો હતો. એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'All Correct’ ' માટે OK શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ શબ્દ બદલીને "Oll Korrect” કરવામાં આવ્યો. જે પછી ACની જગ્યાએ આ શબ્દ OK થઈ ગયો. એવું પણ કહેવામાં આવે છે કે સાચો શબ્દ Okay છે અને લોકો OK ખોટી રીતે ઉપયોગ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top