ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર : 28 માર્ચથી શરૂ થશે પરીક્ષા; જાણો સમગ્ર કાર્યક્રમ

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર : 28 માર્ચથી શરૂ થશે પરીક્ષા; જાણો સમગ્ર કાર્યક્રમ

02/23/2022 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર : 28 માર્ચથી શરૂ થશે પરીક્ષા; જાણો સમગ્ર કાર્યક્રમ

ગાંધીનગર: ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ વિધિવત રીતે જાહેર થઈ ગઈ છે. પરીક્ષાઓ 28 મી માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે. સરકારે ધોરણ 10 તેમજ 12 સાયન્સ અને આર્ટસ-કોમર્સની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ થોડી મોડી યોજાશે. દર વર્ષે માર્ચ મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં પરીક્ષાઓ શરૂ થાય છે પરંતુ આ વર્ષે માર્ચના અંતમાં પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોનાના કારણે સરકારે અગાઉ જ આ અંગે જાહેરાત કરી હતી.


પહેલી વખત ધોરણ દસના ગણિત વિષયની બે અલગ-અલગ પરીક્ષાઓ અલગ-અલગ દિવસે યોજાશે. જેમાં 30 મી માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા યોજાશે.

આ ઉપરાંત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમની વાત કરવામાં આવે તો, 28 માર્ચે ગુજરાતી, 30 માર્ચે બેઝિક ગણિત, 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત, 4 એપ્રિલે વિજ્ઞાન, 6 એપ્રિલે સામાજિક વિજ્ઞાન, સાતમી એપ્રિલે ગુજરાતી (દ્વિતિય ભાષા), આઠમીએ અંગ્રેજી દ્વિતીય ભાષા અને નવ એપ્રિલે હિંદી/સંસ્કૃત/ઉર્દૂ/ફારસી/અરબીની પરીક્ષા યોજાશે. ધોરણ દસની બોર્ડની પરીક્ષાનો સમય સવારે દસ વાગ્યાથી બપોરે 1:15 નો રહેશે.


આ ઉપરાંત, ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ 28 માર્ચથી આઠમી એપ્રિલ દરમિયાન યોજાશે. જેમાં 28 માર્ચે ભૌતિક વિજ્ઞાન, 30 માર્ચે રસાયણ વિજ્ઞાન, પહેલી એપ્રિલે જીવવિજ્ઞાન, ચોથી એપ્રિલે ગણિત, છઠ્ઠી એપ્રિલે અંગ્રેજી અને આઠમીએ ગુજરાતી/હિંદી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ/ગુજરાતી (દ્વિતીય ભાષા)/હિંદી (દ્વિતીય ભાષા)/સંસ્કૃત/ફારસી/અરબી/પ્રાકૃત અને કોમ્પ્યુટરની પરીક્ષા લેવાશે.


ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાનો સમય બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે અંતિમ પેપર કોમ્પ્યુટરનો સમય બપોરે ત્રણથી સવા પાંચ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 આર્ટસ અને કોમર્સની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે. જેનો સમય પણ બપોરનો જ રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top