UAE સામે પાકિસ્તાનની જીત! આ તારીખે ફરી રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

UAE સામે પાકિસ્તાનની જીત! આ તારીખે ફરી રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

09/18/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

UAE સામે પાકિસ્તાનની જીત! આ તારીખે ફરી રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

બુધવારે પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને 41 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થયું હતું, જ્યારે યજમાન UAEની સફર હવે પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમ અને પાકિસ્તાન ગ્રુપ-Aમાંથી ક્વોલિફાય થઈ છે. તેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કરનો માર્ગ મોકળો થઇ ગયો છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાશે.


ભારત-પાકિસ્તાન વચ્ચે બીજી મેચ

ભારત-પાકિસ્તાન વચ્ચે બીજી મેચ

આ વખતે એશિયા કપમાં 8 ટીમોએ ભાગ લીધો છે. આ ટીમોને 2 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપમાંથી કુલ 4 ટીમોને સુપર-4 માટે પસંદ કરવાની હતી. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાનનો સમાવેશ થતો હતો. ભારત તેની બંને શરૂઆતની મેચ જીતીને સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું હતું. ઓમાન પહેલાથી જ બહાર થઈ ગયું છે. પાકિસ્તાન અને UAE આગળ જવા માટે સ્પર્ધા કરી રહ્યા હતા, પરંતુ પાકિસ્તાન આ મેચ જીતી ગયું અને હવે ભારત-પાકિસ્તાનનો સામનો થશે.

આ ટુર્નામેન્ટમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટથી જીતી હતી. જોકે, આ મેચ ત્યારે વિવાદાસ્પદ બની હતી જ્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. PCBએ ICCને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ટુર્નામેન્ટમાંથી દૂર કરવાની માગ કરી હતી.

જોકે, ICCએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની ટીમે UAE સામેની મેચ પહેલા ભારે નાટક કર્યું હતું અને મેચ છોડી દેવાની ધમકી આપી હતી. જોકે, ટીમ સ્ટેડિયમમાં એક કલાક મોડી પહોંચી હતી અને મેચ થઈ.


ભારત અને પાકિસ્તાનની સફર રહી છે

ભારત અને પાકિસ્તાનની સફર રહી છે

આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની સફરની વાત કરીએ તો ભારતીય ટીમે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. સૂર્યા બ્રિગેડે આ મેચ મોટા માર્જિનથી જીતી હતી. બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમ શુક્રવારે ઓમાન સામે ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ રમશે.

પાકિસ્તાને પહેલી મેચ જીતીને ઓમાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. બીજી મેચમાં પાકિસ્તાન હારી ગયું હતું. ત્રીજી મેચમાં પાકિસ્તાન UAE સામે રમ્યું હતું અને જીત્યું હતું. બીજી બાજુ UAEને આ ટુર્નામેન્ટમાં બે હાર અને એક જીત મળી છે, જ્યારે ઓમાન અત્યાર સુધી રમાયેલી બંને મેચ હારી ગયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top