કોના કહેવા પર આતંકીઓના જનાજામાં સામેલ થઈ હતી પાકિસ્તાની આર્મી? જૈશનો ખુલાસો; આસીમ મુનીરની ખૂલી

કોના કહેવા પર આતંકીઓના જનાજામાં સામેલ થઈ હતી પાકિસ્તાની આર્મી? જૈશનો ખુલાસો; આસીમ મુનીરની ખૂલી પોલ; જુઓ વીડિયો

09/18/2025 World

SidhiKhabar

SidhiKhabar

કોના કહેવા પર આતંકીઓના જનાજામાં સામેલ થઈ હતી પાકિસ્તાની આર્મી? જૈશનો ખુલાસો; આસીમ મુનીરની ખૂલી

22 એપ્રિલના રોજ પહેલગામ હુમલો થયો હતો. ભારતનું લોહી ઉકળી ઉઠ્યું હતું. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદીઓના મૃતદેહોની લાઇન લાગી ગઈ હતી. જૈશ-એ-મોહમ્મદથી લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમના ઠેકાણાઓનો તબાહ થઈ ગયા હતા. પાકિસ્તાનમાં આતંકવાદીઓના જનજાઓની તસવીરો સામે આવી હતી. આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ અંતિમ સંસ્કારમાં આંસુ વહાવતા જોવા મળ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે, કોના ઇશારે પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ અને સૈનિકો અંતિમ સંસ્કારમાં હાજરી આપી રહ્યા હતા? જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ પોતે આ ખુલાસો કર્યો છે.


કોણે આતંકીઓના જનાજામાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો?

કોણે આતંકીઓના જનાજામાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો?

જૈશ-એ-મોહમ્મદ (JeM)ના કમાન્ડર ઇલ્યાસ કાશ્મીરીએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે ભારતના ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઉચ્ચ લશ્કરી અધિકારીઓને આદેશ આપ્યો હતો. ઇલ્યાસ એક વીડિયોમાં કહે છે કે પાકિસ્તાન આર્મીનું જનરલ હેડક્વાર્ટર (GHQ)એ આતંકવાદીઓને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ સલામી આપવાનો આદેશ આપ્યો હતો. કોર્પ્સ કમાન્ડરોને જનાજામાં હાજરી આપવા અને વર્દીમાં સુરક્ષા પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું હતું.

જૈશના કમાન્ડર ઇલ્યાસ કાશ્મીરીએ સ્વીકાર્યું કે 26/11ના મુંબઈ હુમલા સહિત ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં તેના આકા મસૂદ અઝહરની  ભૂમિકા હતી. તેણે કહ્યું કે, ‘તિહાડથી ભાગી ગયા બાદ, મસૂદ અઝહર પાકિસ્તાન આવ્યો અને બાલાકોટની ભૂમિએ તેને દિલ્હી અને મુંબઈમાં તેના વિઝન, મિશન અને કાર્યક્રમને આગળ વધારવા માટે એક આધાર પૂરો પાડ્યો. બુધવારે બીજો એક વીડિયો સામે આવ્યો જેમાં લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરી લવારો કર્યો હતો. કસુરી 22 એપ્રિલના પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંથી એક છે.


આતંકવાદીનો વધુ એક લવારો

આતંકવાદીનો વધુ એક લવારો

પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ કસુરીએ કહ્યું કે, ‘ભારત સરકાર કાન ખોલીને સાંભળી લે અને પોતાના જાલિમ સમાજને પણ કહી દે કે, સમય આવવાનો, જ્યારે આ નદી, આ ડેમ અને આખું જમ્મુ-કાશ્મીર અમારું હશે. આજે જે કંઈ પણ થઈ રહ્યું છે તેનો બદલો લેવામાં આવશે. ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. અમે પોતાના જીવ જોખમમાં મૂકીને પોતાના દેશના દરેક ઇંચનું રક્ષણ કરીશું. અમે પોતાના પ્રિય દેશના ઇંચ ઇંચ અને કણ કણનું રક્ષણ અને બચાવ કરીશું.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top