‘કંઈ નહીં બચે...’, PM મોદીના ચીન પ્રવાસ બાદ ટ્રમ્પનો વધુ એક બફાટ!

‘કંઈ નહીં બચે...’, PM મોદીના ચીન પ્રવાસ બાદ ટ્રમ્પનો વધુ એક બફાટ!

09/03/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘કંઈ નહીં બચે...’, PM મોદીના ચીન પ્રવાસ બાદ ટ્રમ્પનો વધુ એક બફાટ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફના મુદ્દા પર પોતાનું વલણ બતાવ્યું. ટ્રમ્પે મંગળવારે (2 સપ્ટેમ્બર) કહ્યું કે, અમેરિકા ખૂબ જ શક્તિશાળી છે અને તેના વિના દુનિયામાં કંઈ નહીં બચે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત બાદ ભારત પર લાદવામાં આવેલા ટેરિફ પર પણ પ્રતિક્રિયા આપી. ટ્રમ્પે કહ્યું કે ભારત જે પણ સમાન બનાવી રહ્યું હતું, તે અમેરિકા મોકલી રહ્યું હતું, પરંતુ 100 ટકા ટેરિફને કારણે અમે ભારતને કંઈ મોકલી શકતા નહોતા.

ઓવલ ઓફિસમાંથી એક પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, ‘અમે ભારત સાથે વધુ વેપાર કરી રહ્યા નહોતા, પરંતુ તેઓ અમારી સાથે વેપાર કરતા રહ્યા છે, કારણ કે અમે તેમની પાસેથી કોઈ ટેરિફ વસૂલતા નહોતા, આ મૂર્ખામી હતી. તેમણે જે પણ સમાન બનાવ્યો, તેને અમેરિકન બજારમાં મોકલતા હતા. તે અમેરિકામાં ખૂબ જ હાવી રહ્યું અને અમે તેમને કંઈ મોકલી રહ્યા નહોતા. તેઓ અમારી પાસેથી 100 ટકા ટેરિફ વસૂલતા હતા.’


અમેરિકા વિના કંઈ નહીં બચે: ટ્રમ્પ

અમેરિકા વિના કંઈ નહીં બચે: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અમેરિકા વિના દુનિયામાં કંઈ નહીં બચે. અમેરિકા ખૂબ મોટું અને શક્તિશાળી છે. મેં શરૂઆતના કેટલાક વર્ષોમાં તેને ખૂબ મોટું બનાવ્યું છે. મેં દુનિયામાં ઘણા યુદ્ધો અટકાવ્યા છે અને આ યુદ્ધો વેપારના બળ પર બંધ થયા છે. ટેરિફે વેપારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશો પર લાદવામાં આવેલા ટેરિફને યોગ્ય ઠેરવ્યો. તેમણે કહ્યું કે ટેરિફ અમેરિકન નોકરીઓ બચાવવામાં મદદ કરશે.


ટેરિફને લઈને કેમ મચી રહ્યો છે હોબાળો?

ટેરિફને લઈને કેમ મચી રહ્યો છે હોબાળો?

અમેરિકાએ અગાઉ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ તેમાં વધુ 25 ટકાનો વધારો કર્યો હતો. આ રીતે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ ન ખરીદવું જોઈએ, પરંતુ ભારતે રશિયા સાથેના પોતાના વ્યાપારિક સંબંધોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કારણોસર ટ્રમ્પે ભારત પર વધારાના ટેરિફ લાદ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top