પ્રધાનમંત્રી મોદીની ૭૫માં જન્મદિવસ નિમિત્તે લોકોના સ્વાસ્થ્ય માટે ખાસ પહેલ, લોકોને કરી આ ખાસ અપ

પ્રધાનમંત્રી મોદીની ૭૫માં જન્મદિવસ નિમિત્તે લોકોના સ્વાસ્થ્ય માટે ખાસ પહેલ, લોકોને કરી આ ખાસ અપીલ, જાણો

09/17/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

પ્રધાનમંત્રી મોદીની ૭૫માં જન્મદિવસ નિમિત્તે લોકોના સ્વાસ્થ્ય માટે ખાસ પહેલ, લોકોને કરી આ ખાસ અપ

પ્રધાનમંત્રી મોદીનો 75મો જન્મદિવસ ઉજવાય રહ્યો છે. ત્યારે 'સ્વસ્થ નારી સશક્ત પરિવાર' અભિયાન અને આઠમાં પોષણ માસની પણ શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓ, બાળકો અને કિશોરોને સ્વાસ્થ્ય અને પોષણ સુવિધાઓ પૂરી પાડવાનો છે. વડાપ્રધાન મોદી લોકોની સારી હેલ્થને નવાભારતના નિર્માણનું મહત્વનું પાસું ગણાવે છે.

હાલ પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. આ દરમિયાન તેમણે ભારતની હેલ્થ સિસ્ટમને મજબૂત કરી લોકોને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પીએમ મોદીએ યોગને દુનિયાભરમાં ઓળખ અપાવી અને લોકોને ફિટ રહેવા માટે મોટીવેટ કર્યા છે. વડાપ્રધાન મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ફીટ ઇન્ડિયા મુવમેન્ટ, આયુષ્માન ભારત અને પોષણ માસ જેવી યોજનાઓની શરૂઆત કરી દેશમાં લોકોને હેલ્ધી જીવન તરફ આગળ વધારવાનું મહત્વનું કામ કર્યું છે.


મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય

મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય

વડાપ્રધાન મોદીના 75માં જન્મદિવસ પર 'સ્વસ્થ નારી સશક્ત પરિવાર' અભિયાન અને આઠમું પોષણ માસ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજનામાં મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના હેલ્થ અને પોષણને મજબૂત કરવા પર ફોકસ કરવામાં આવશે. સાથે જ મહિલાઓને તપાસ સેવા પ્રદાન કરવા પર વધું ભાર મૂકવામાં આવશે. ઉપરાંત આ યોજના અંતર્ગત એનિમિયા રોકવાના ઉપાય અને માતા તેમજ શિશુની હેલ્થ સર્વિસ પર પણ મુખ્ય ભાર મૂકવામાં આવશે.


સ્થુળતા અને લાઈફસ્ટાઈલ

સ્થુળતા અને લાઈફસ્ટાઈલ

આ વર્ષની શરૂઆતમાં પીએમ મોદીએ ભારતમાં વધતી સ્થૂળતાની સમસ્યા પર ભાર મૂક્યો હતો. તેમણે લોકોને પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવી ખાસ કરીને એડિબલ ઓઇલથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જો દરેક વ્યક્તિ મહિનામાં 10% તેલનો ઉપયોગ ઓછો કરે તો તે સ્થૂળતા અને બીજી ખતરનાક બીમારીઓનું જોખમ ઓછું કરી શકાય તેમ છે.


મેન્ટલ હેલ્થ

મેન્ટલ હેલ્થ

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં હંમેશા મેન્ટલ હેલ્થના વિષય પર ભાર મૂકે છે. તેમના જણાવ્યા અનુસાર વ્યક્તિએ ફક્ત શરીરથી નહીં પરંતુ મગજથી પણ હેલ્ધી રહેવું જોઈએ. તેઓ હંમેશા યુવાનોને યોગ,  એક્સરસાઇઝ અને સ્ટ્રેસ ઓછો થાય તેવા ઉપાયો અપનાવવાની સલાહ આપે છે.


ટીબી ફ્રી ભારત

ટીબી ફ્રી ભારત

વર્ષ 2025 સુધીમાં સરકારે ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તે માટે 'ટીબી મુક્ત ભારત'નું ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કોમ્યુનિટી અને વોલન્ટિયરની મદદથી દર્દીઓની ખાસ સારવાર અને સંભાળ રાખવામાં આવી રહી છે.


પોષણ અને આહાર

પોષણ અને આહાર

આ ઉપરાંત પીએમ મોદી બાળકો અને યુવાનોને હેલ્થી ડાયટ લેવાની પણ ખાસ સલાહ આપે છે. જંક ફૂડ, વધારે પડતું ઓઇલી ફૂડ અને મેંદો ખાવાથી બચવાનું કહે છે. તેમના સંબોધન દરમિયાન તેઓ ઘણી વખત  મિલેટ અને સીઝનલ ફળ ખાવાનો આગ્રહ કરે છે. સાથે જ તેઓ પૂરતી ઊંઘ અને તડકામાં સમય પસાર કરવા પર પણ ભાર મૂકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top