સુરતની આ ટેક્સ્ટાઈલ માર્કેટ આગની ઝપેટમાં! ૭ કલાકની મહેનત બાદ પણ કાબુમાં નથી આવી! જુઓ વિડિયો

સુરતની આ ટેક્સ્ટાઈલ માર્કેટ આગની ઝપેટમાં! ૭ કલાકની મહેનત બાદ પણ કાબુમાં નથી આવી! જુઓ વિડિયો

12/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતની આ ટેક્સ્ટાઈલ માર્કેટ આગની ઝપેટમાં! ૭ કલાકની મહેનત બાદ પણ કાબુમાં નથી આવી! જુઓ વિડિયો

સુરતના પર્વત-પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની આ ઘટના માર્કેટના ત્રીજા, પાંચમા અને નવમા માળે બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ બોલાવવામાં આવી હતી. અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ભારે જહેમતે ફાયરબ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લઈ કૂલિંગ પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ ફરી એકવાર ત્રણેય માળે આગ ભભૂકતાં ફરી એકવાર ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવા પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


શું હતી ઘટના?

શું હતી ઘટના?

માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણકારી થતા 22થી વધુ ફાયરની ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, આ આગ સવારે 6 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જો કે, ચોક્કસ કારણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ જાણી શકાશે. અને હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતું કરોડો રૂપિયાનો કાપડનો સ્ટોક બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનાથી કાપડ માર્કેટમાં વેપારીઓમાં વ્યાપક ગભરાટ અને તણાવ ફેલાયો હતો. માર્કેટમાં 10 થી 12 કરોડના કાપડનો જથ્થો હોવાનું અનુમાન છે.  

ઘટનાને પગલે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. આગની ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ તેમજ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને લોકોને પોલીસ અને ફાયર વિભાગને સહયોગ માટે વિનંતી કરવામાં આવી રહી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top