શું તમે પણ આવી બોટલોનું પાણી પીવા ટેવાયેલા છો? તો ચેતી જજો નહીં તો થશે આટલા બધા નુકશાન! જાણો
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે, દરેક વ્યક્તિએ સારા સ્વાસ્થ્ય માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. ત્યારે અહીં સવાલ એ છે કે આપણે જે પાણી પી રહ્યા છીએ તે કેટલું ચોખ્ખું છે? આ બાબત પણ સ્વાસ્થ્ય માટે એટલી જ મહત્ત્વની છે.
આજકાલ શહેરમાં રહેતા મોટા ભાગના લોકો પીવાના પાણી તરીકે 20 લીટરની બોટલની ખરીદી કરે છે. પરંતુ તેમાં મોટાભાગની આ પાણીની બોટલ અનબ્રાન્ડેડ હોય છે. એટલે કે તે કઈ કંપનીની છે, તે પાણી ક્યાંથી પ્રોસેસ કરાયું જેવી કોઇ વિગત હોતી નથી. ત્યારે ‘મિનરલ વોટર' નામે વેંચાતું આ પાણી કિડની માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના નામ-ઠામના ઠેકાણા વિનાના 'કેરબા' માં મિનરલ વોટરનું વેચાણ વધ્યું છે. કોઇ પ્રસંગ હોય અથવા ઘરમાં પીવાનું પાણી આવે નહીં ત્યારે આ પ્રકારના કેરબા મંગાવી લેવામાં આવે છે. અને આ અનબ્રાન્ડેડ પાણીનું વેચાણ કરનારા દ્વારા દાવો કરવામાં આવતો હોય છે કે તેમનું પાણી આરઓ દ્વારા ફિલ્ટર્ડ કરાયું છે. પરંતુ દાવામાં કેટલું તથ્ય હોય છે તે મોટો સવાલ છે. જેના કારણે પાણીજન્ય રોગ થવાનું જોખમ રહે છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઈન્ડિયાની ગાઇડલાઇન્સ પ્રમાણે આ રીતે વેચાતું પાણી સિલબદ્ધ હોવું જોઈએ અને તેમાં પ્રોડક્ટનું નામ, પ્રોસેસરનું સરનામું, બેચ નંબર, ટ્રીટમેન્ટ માટે પદ્ધતિ, ક્યાં સુધી આ પાણી વાપરવું શ્રેષ્ઠ જેવી વિગત હોવી ફરજિયાત છે. પરંતુ આ પ્રકારની કોઈ વિગત તેમાં જોવા મળતી નથી. ઘણી વખત તો 20 લીટરની આ પાણીની બોટલ યોગ્ય રીતે સાફ કર્યા વિના જ તેમાં પાણી ભરીને નવા ગ્રાહકને વેચી દેવામાં આવે છે.
આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે, 'આ રીતે બ્રાન્ડ વિના વેચાતા કેરબાના પાણીમાં મિનરલનું બેલેન્સ હોય તેની સંભાવના નહિવત્ હોય છે. અને આ પાણી પીવાથી આપણા શરીરના મિનરલનું સંતુલન ખોરવાઇ શકે છે. WHOના મતે પીવાના પાણીમાં સોલ્ટ, કેલ્શિયમ, સોડિયમ, બોરોન જેવા તત્વો હોવા જરૂરી છે પણ તે આ અનબ્રાન્ડેડ કેરબાના પાણીમાં જળવાતું હશે કે કેમ એ સવાલ છે. ત્યારે આ પ્રકારનું પાણી પીવાથી પાણીજન્ય રોગ થવાનું જોખમ, બી12 ઓછું થાય, કિડનીને અસર, લીવરની સાઈડ ઈફેક્ટ, કેન્સર જેવા રોગ થવાની પણ સંભાવના રહેલી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp