દરેક પ્રકારની બીમારીઓથી બચાવે છે બજારમાં મળતું આ ફળ? પણ એક શરતે ........,જાણો

દરેક પ્રકારની બીમારીઓથી બચાવે છે બજારમાં મળતું આ ફળ? પણ એક શરતે ........,જાણો

08/29/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દરેક પ્રકારની બીમારીઓથી બચાવે છે બજારમાં મળતું આ ફળ? પણ એક શરતે ........,જાણો

પોતાની કિંમતને કારણે ચર્ચામાં રહેતા અને લગભગ દરેક પ્રકારની વાયરલ બિમારીઓમાં ડોક્ટરો દ્વારા સૂચવતા આ ફળ માટે એક કહેવત ખૂબ જાણીતી છે. સીઝનમાં '૧૦૦ દિવસ સુધી દરરોજ ૧ સફરજનનું સેવન આપણને ડોકટરથી રાખે દુર.' સફરજન ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. સૌથી વધુ ઓક્સીડન્ટ ધરાવતા ફળોની યાદીમાં સફરજન બીજું સ્થાન ઠરાવે છે. સફરજન ખાવાથી શરીર અંદરથી મજબૂત થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ 1 સફરજન ખાવાથી કેટલાક પોઝિટિવ ફેરફાર તો શરીરમાં 10 દિવસમાં જ દેખાવા લાગે છે. તેનાથી થતાં ફાયદાઓ વિશે જાણીએ.


ઈમ્યૂન સિસ્ટમ સુધરશે

ઈમ્યૂન સિસ્ટમ સુધરશે

સફરજનમાં વિટામિન સી, એન્ટી ઓક્સીડન્ટ રહેલા છે, જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે શરીરને વાયરલ સંક્રમણ, શરદી, ઉધરસ અને અન્ય વાયરલ બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. માટે કહેવાય છે કે, નિયમિત રીતે એક સફરજન ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

હાર્ટ હેલ્થ સુધરશે

મળતી માહિતી અનુસાર, સફરજનમાં ઘુલનશીલ ફાઈબર હોય છે, જે રક્તમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં પોલીફેનોલ્સ અને ફ્લાવોનોયડ્સ જેવા તત્વો રહેલા હોય છે જે ધમનીઓને સુરક્ષિત રાખે છે, અને બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. અને તેનાથી હાર્ટની  હેલ્થમાં સુધારો થાય છે.


ડાયાબિટીસ

ડાયાબિટીસ

માહિતી પ્રમાણે, સફરજનમાં પેક્ટિન ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મોટાભાગે પેક્ટીન, જે આપણા લોહીમાં લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) - કોલેસ્ટ્રોલનું બિનઆરોગ્યપ્રદ સ્વરૂપ - નું પ્રમાણ ઘટાડે છે. પેક્ટીન ખોરાકમાંથી આપણે શોષી લઈએ છીએ તે ખાંડ અને ચરબીનું પ્રમાણ પણ ઘટાડે છે, જે આપણા લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે. સાથે જ તેના એન્ટી ઓક્સીડન્ટ ગુણો શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે, જેના કારણે કેન્સર જેવી બીમારી થવાનું જોખમ ઘટે છે. આ રીતે સફરજન ડાયાબિટીસ જેવી સમસ્યા માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.


વજન ઘટાડવામાં મદદગાર

વજન ઘટાડવામાં મદદગાર

એમ પણ મનાય છે કે, જે લોકોનું વજન વધારે છે તેમણે રોજ સફરજન ખાવું જોઈએ. કેમકે સફરજનમાં ફાઈબર રહેલા હોય છે. તેથી તેની કેલેરી ઓછી હોય છે. માટે તેનાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને વારંવાર ભુખ નથી લાગતી. આમ, તે વજન ઘટાડવામાં મદદરુપ થાય છે.

હાડકા થશે મજબૂત

ઉપરાંત, એવું પણ કહેવાય છે કે, સફરજન ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. કેમકે સફરજનમાં કેલ્શિયમ, પોટેશિમય અને બોરોન જેવા પોષકતત્વો રહેલા છે, જે હાડકાને મજબૂત કરવા માટે જરૂરી હોય છે. રોજ એક સફરજન ખાવાથી હાડકાનું ઘનત્વ વધે છે, અને હાડકાની ગંભીર બીમારીઓ થવાની સંભાવનામાં ઘટાડો થાય છે.

 (Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top