‘સવારે 6:00 વાગ્યે બહાવલપુરમાં..’, CDS અનિલ ચૌહાણે જણાવ્યું રાત્રે 1:30 વાગ્યે જ કેમ કરી સર્જિક

‘સવારે 6:00 વાગ્યે બહાવલપુરમાં..’, CDS અનિલ ચૌહાણે જણાવ્યું રાત્રે 1:30 વાગ્યે જ કેમ કરી સર્જિકલ સ્ટ્રાઈક; જુઓ વીડિયો

09/19/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘સવારે 6:00 વાગ્યે બહાવલપુરમાં..’, CDS અનિલ ચૌહાણે જણાવ્યું રાત્રે 1:30 વાગ્યે જ કેમ કરી સર્જિક

રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ (CDS) અનિલ ચૌહાણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે સેના એકમાત્ર એવી જગ્યા છે જ્યાં નેપોટીઝમ નથી થતું. સાથે જ તેમણે ઓપરેશન સિંદૂર અંગે પણ વાત કરી, જ્યાં ભારતીય દળોએ આતંકવાદીઓ સામે એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનના પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો હતો. CDSએ સમજાવ્યું કે આ હુમલો રાત્રે 1:30 વાગ્યે કેમ કરવામાં આવ્યો. તેમણે એ પણ બતાવ્યું કે, આ વર્ષે કુદરતી આફતોની સંખ્યા વધારે હતી, અને ફોર્સે નાગરિકોને બચાવવા માટે મહત્તમ પ્રયાસો કર્યા હતા. તેમણે યુવાનોમાં પ્રામાણિકતા અને સામાજિક જવાબદારીની ભાવના જગાડવા માટે આ સંદેશ આપ્યો હતો.


ઓપરેશન સિંદૂર: રાત્રિ હુમલો અને નાગરિક સુરક્ષા

ઓપરેશન સિંદૂર: રાત્રિ હુમલો અને નાગરિક સુરક્ષા

જનરલ ચૌહાણે ઓપરેશન સિંદૂરનું એક મહત્ત્વપૂર્ણ પાસું પણ શેર કર્યું. તેમણે સમજાવ્યું કે આતંકવાદીઓના ઠેકાણાઓ પર પહેલો હુમલો 7 મેની રાત્રે 1:00 થી 1:30 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ સમય 2 કારણોસર પસંદ કરવામાં આવ્યો હતો. પહેલું કારણ એ હતું કે સેનાને તેની ટેકનોલોજી અને ઇન્ટેલીજેન્સ પર વિશ્વાસ હતો, જે રાત્રે પણ ઈમેજીસ, સેટેલાઇટ તસવીરો અને ફોટોગ્રાફ્સ મેળવવામાં સક્ષમ હતી. બીજું વધુ મહત્ત્વનું કારણ એ હતું નાગરિકના જીવ બચાવવા.

જનરલ ચૌહાણે સમજાવ્યું કે જો હુમલો સવારે 5:30-6:00 વાગ્યે થયો હોત તો પહેલી નમાજ, અઝાન અથવા નમાજનો સમય હોય છે, તો બહાવલપુર અને મુરીદકેમાં ઘણા નાગરિકો બહાર નીકળતા. આનાથી નાગરિકને નુકસાન થઈ શક્યું હોત. એટલે 1:00-1:30 વાગ્યાનો સમય પસંદ કરવામાં આવ્યો હતો.


ટેકનોલોજી અને સૈન્ય રણનીતિનું નવું ઉદાહરણ

ટેકનોલોજી અને સૈન્ય રણનીતિનું નવું ઉદાહરણ

જનરલ ચૌહાણે સમજાવ્યું કે ઓપરેશન સિંદૂરે એ બતાવી દીધું કે ટેકનોલોજી, સિગ્નલ ઇન્ટેલીજેન્સ અને ઈમેજરી સારી હોય તો કેવી રીતે રાત્રે લાંબા અંતરના લક્ષ્યો પર સચોટ હુમલો કરી શકાય છે. આ રણનીતિના માત્ર લશ્કરી જોખમોને દૂર કરવા માટે જ જરૂરી નહોતી, પરંતુ નાગરિક સુરક્ષા માટેનો પણ હિસ્સો બની. તેમનું કહેવું છે કે સેના (ફૌજ) માત્ર શક્તિ નથી, પરંતુ પ્રામાણિકતા, જવાબદારી અને દેશભક્તિનું ઉદાહરણ છે જ્યાં વ્યક્તિની ક્ષમતા અને કાર્યને ઓળખવામાં આવે છે, તેના કનેક્શન અથવા સંબંધોને નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top