મુંબઈના વિરારમાં મોડી રાત્રે ઘટી મોટી દુર્ઘટના, એક બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી અને અચ

મુંબઈના વિરારમાં મોડી રાત્રે ઘટી મોટી દુર્ઘટના, એક બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી અને અચાનક ધડામ ....

08/27/2025 National

SidhiKhabar

SidhiKhabar

મુંબઈના વિરારમાં મોડી રાત્રે ઘટી મોટી દુર્ઘટના, એક બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી અને અચ

મુંબઈના વિરાર વિસ્તારમાં ૨૬ ઓગષ્ટ, મંગળવારે મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. માહિતી અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણના મોત થયા છે. અને ૧૧ લોકોને સહીસલામત બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ભારતી કરવામાં આવ્યા છે. હજુ પણ ૧૦ થી ૧૫ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.


બિલ્ડિંગમાં લગભગ 12 પરિવારો રહેતા હતા

બિલ્ડિંગમાં લગભગ 12 પરિવારો રહેતા હતા

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ચોથા માળે એક વર્ષની બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 12 પરિવારો રહેતા હતા. ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી.


દુર્ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મૂક્યા

દુર્ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મૂક્યા

નોંધનીય છે કે, આ બિલ્ડીંગ ખૂબ જૂની હતી અને વરસાદના કારણે દીવાલોમાં તિરાડ પડી ગઈ હતી. અધિકારીઓ દ્વારા સુરક્ષાના ધોરણને ધ્યાને રાખીને બીજી વિંગને પણ ખાલી કરી દેવામાં આવી છે. બચાવ કામગીરી દરમિયાન નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. હાલ આ બિલ્ડીંગને સીલ કરી અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મૂક્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ લોકોને સુરક્ષિત વિસ્તારમાં રહેવા સલાહ આપી રહી છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top