ભગવાન આવો દીકરો કોઈને ન આપે! માતાને કુહાડીથી કાપી દીધી અને પછી પાસે બેસીને ગીતો ગાવા લાગ્યો; વીડિયો જોઇને રુવાડા ઉભા થઇ જશે
માતા અને પુત્ર વચ્ચેનો સંબંધ દુનિયાના સૌથી અનોખા અને પ્રેમાળ સંબંધોમાંથી એક માનવામાં આવે છે. પ્રેમ અને વિશ્વાસના આ અમૂલ્ય સંબંધને જ્યારે કલંકિત કરવામાં આવે છે, ત્યારે દિલ કાંપી ઊઠે છે. છત્તીસગઢના જશપુરમાં આવી જ એક રૂવાડા ઊભા કરતી ઘટના બની છે. જે માતાએ 9 મહિના સુધી પોતાના પુત્રને ગર્ભમાં ઉછેર્યો, તેને ગળે લગાવીને ઉછેર્યો, કળિયુગના એ જ પુત્રએ કુહાડીના જોરદાર હુમલા કરીને તેના ટુકડા કરી નાખ્યા. જે માતા પોતાના પુત્ર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે, તેજ પોતાની માતાના જીવનનો દુશ્મન બની ગયો. આ ઘટના જાણ્યા બાદ તો તમે એમ જ કહેશો કે ભગવાન આવો દીકરો કોઈને ન આપે.
જશપુર જિલ્લાના કુંકુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીતરામ યાદવે પોતાની માતા ગુલા બાઈની ક્રૂરતાથી હત્યા કરી. હત્યા બાદ, તે પોતાની માતાના મૃતદેહ પાસે બેસીને ગીતો ગાતો રહ્યો, માટીથી રમતો રહ્યો. જ્યારે ગ્રામજનોએ તેની હરકત જોઈ, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. જે કોઈ તેને પકડવા ગયું, તે કુહાડી લઈને તેની પાછળ દોડતો. પોલીસે પણ ખૂબ મહેનત બાદ તેને કાબૂમાં લીધો
આ ભયાનક ઘટના કુંકુરી પોલીસ સ્ટેશન વિસ્તારના રેસ્ટ હાઉસની સામે બેદરભદ્ર બસ્તીમાં બની હતી. અહીં જીતરામ યાદવ નામના વ્યક્તિએ મંગળવારે સવારે તેની માતા પર કુહાડીથી એટલી બધી વાર હુમલો કર્યો કે શરીર ઘણા ટુકડા થઈ ગયા. આ ભયાનક ઘટનાને અંજામ આપ્યા બાદ, આરોપી હાથમાં એ જ કુહાડી લઈને મૃતદેહ પાસે બેસી ગયો.
ઘટનાની માહિતી મળતા જ લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. માહિતી મળતા જ કુંકુરી પોલીસ પણ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ, પરંતુ કોઈ પણ મૃતદેહ પાસે કુહાડી લઈને બેઠેલા આરોપીની નજીક જવાની હિંમત કરી ન શક્યું. આરોપી જે કોઈને જોતો તેના પર કુહાડી મારવાનો પ્રયાસ કરતો. લોકો ડરીને ભાગી જતા. જ્યારે પોલીસકર્મીઓ પણ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા ત્યારે તેણે ખૂબ જ આતંક ફેલાવ્યો.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘટના સમયે ઘરમાં પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પડોશીઓના જણાવ્યા અનુસાર, જીતરામ કેરળમાં કામ કરતો હતો. તે દરમિયાન તેની માનસિક સ્થિતિ બગડી ગઈ. જ્યારે પરિવારના સભ્યોને ખબર પડી કે તેની માનસિક સ્થિતિ સારી નથી, ત્યારે તેઓ તેને બે દિવસ પહેલા કુંકુરી લાવ્યા.
View this post on Instagram A post shared by NDTV India (@ndtvindia)
A post shared by NDTV India (@ndtvindia)
જશપુરના SSP શશી મોહન સિંહે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં આરોપીની માનસિક સ્થિતિ સારી જણાતી નથી. એવું પણ શક્ય છે કે તેણે કોઈ પ્રકારનો નશો કર્યો હોય. એવામાંમાં, મેડિકલ તપાસ બાદ જ ચોક્કસ કંઈ કહી શકાય. તેમનું કહેવું છે કે હત્યા પાછળના કારણોની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. જીતરામે તેની માતાની આટલી ક્રૂરતાથી હત્યા કેમ કરી, તે પૂછપરછ અને મેડિકલ તપાસ પછી જ સ્પષ્ટ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp