દૂધનું સેવન બધા માટે સારું નથી!? જાણો કોણે, કયું, ક્યારે અને કેટલું દૂધ લેવું જોઈએ? જાણો વિગતવા

દૂધનું સેવન બધા માટે સારું નથી!? જાણો કોણે, કયું, ક્યારે અને કેટલું દૂધ લેવું જોઈએ? જાણો વિગતવાર પછી નહીં થાય કોઈ સમસ્યા.

09/19/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દૂધનું સેવન બધા માટે સારું નથી!? જાણો કોણે, કયું, ક્યારે અને કેટલું દૂધ લેવું જોઈએ? જાણો વિગતવા

દૂધ એ ભારતીય રસોડાનું મહત્વપૂર્ણ પીણું છે. દરેક લોકો રોજીંદા જીવનમાં દૂધનું સેવન જરૂરથી કરતાં હોય છે. દૂધને પોષણનું મહત્વનું પાસું માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનની સાથે ઘણાં પોષક તત્વો રહેલા હોય છે. સવારની ચામાં, ભોજનની સાથે કે સીધું દૂધ પીવું આપણા હાડકાં અને દાંત બંને માટે ફાયદાકારક છે. પરંતુ શું દરેક લોકો માટે દૂધનું સેવન સુરક્ષિત છે? ચાલો જાણીએ.  


કોણ દૂધનું સેવન ન કરી શકે?

કોણ દૂધનું સેવન ન કરી શકે?

દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ તાસીર ધરાવે છે. તેથી દૂધને પચાવવાની ક્ષમતા પણ દરેકની અલગ અલગ હોય છે. જે લોકો લેક્ટોઝ નથી પચાવી શકતા, તેમને દૂધ પીવાથી પેટનું ફૂલવું, ગેસ અને ઝાડા જેવી પાચન સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આ ઉપરાંત દૂધમાં રહેલા પ્રોટીનથી એલર્જી ધરાવતા લોકોને તાત્કાલિક પ્રતિક્રિયાઓ થઈ શકે છે, જેમ કે ત્વચા પર ફોલ્લીઓ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે.

ફુલ-ફેટ દૂધ અને ડેરી ઉત્પાદનોમાં સંતૃપ્ત ચરબી રહેલી હોય છે. જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે અને તેનાથી હૃદય રોગનું જોખમ પણ વધી શકે છે. અમુક પરિસ્થિતિમાં વધુ પડતું દૂધ પીવાથી પેટમાં એસિડ પણ વધી શકે છે, જે એસિડ રિફ્લક્સ અથવા હાર્ટબર્ન તરફ દોરી જાય છે. તેથી આવી સમસ્યા ધરાવતા લોકો એ ખૂબ સંભાળીને ડોક્ટરની સલાહ મુજબ જ દૂધ પીવું જોઈએ.


દૂધ પીવાના ફાયદા

દૂધ પીવાના ફાયદા

અમ તો દૂધ પીવાના ઘણાં ફાયદાઓ છે. જેમાં મુખ્ય એ છે કે હાડકાં અને દાંત માટે દુધમાં Calcium & Vitamin Dનો સારો સ્ત્રોત રહેલો છે. અને તેનું સેવન સ્નાયુઓની મજબૂતી માટે Protein Intake પણ વધારે છે. આ ઉપરાંત દૂધનું રાતના સમયે સેવન સારી ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય માટે Tryptophan પ્રદાન કરે છે. આ સાથે ત્વચા અને વાળમાં પણ નિખાર લાવે છે.


દુધની સુરક્ષિત માત્રા અને વિકલ્પ

દુધની સુરક્ષિત માત્રા અને વિકલ્પ

પરંતુ દૂધનું વધું પડતું સેવન ઉપર વર્ણવેલી સમસ્યાઓ સર્જી શકે છે. તેથી એક દિવસમાં માત્ર 1 ગ્લાસ દૂધ પર્યાપ્ત છે. અને હાઇ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે ફેટ-ફ્રી દૂધનો વિકલ્પ વધુ સારો રહે છે. જેમ કે સોયા, બદામ,નારિયેળ કે ઓટ મિલ્ક એ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે. આ ઉપરાંત લેક્ટોઝ ન પચાવી શકતા લોકો પણ આ દુધનો ઉપયોગ કરી શકે છે.

દૂધ એક પોષક તત્વોથી ભરપૂર પીણું છે, પરંતુ બધા માટે સમાનરૂપે ફાયદાકારક નથી. કોઈ સ્વાસ્થ્ય સમસ્યા કે એલર્જીના મામલામાં ડોક્ટરની સલાહ લેવી સૌથી સુરક્ષિત ઉપાય છે. યોગ્ય માત્રા અને યોગ્ય પ્રકારનું દૂધ જ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top